પૅરિસ અને લંડન સહિત યુરોપમાં ભીષણ ગરમી : 7 દસકાનો રેકૉર્ડ તોડ્યો

27 July, 2019 09:31 AM IST  |  ફ્રાન્સ

પૅરિસ અને લંડન સહિત યુરોપમાં ભીષણ ગરમી : 7 દસકાનો રેકૉર્ડ તોડ્યો

હિટ-વેવ

પૅરિસ, લંડન અને યુરોપના તમામ વિસ્તારોમાં ભીષણ ગરમીથી અત્યારે લોકો પરેશાન છે. સ્થિતિ એવી છે કે તાપમાન અહીં નવો રેકૉર્ડ બનાવી રહ્યું છે અને લૂ લોકોને પરેશાન કરી રહી છે. ફ્રાન્સમાં તો ગરમીએ છેલ્લા ૭ દસકાનો રેકૉર્ડ તોડી નાખ્યો છે.

જળવાયુ વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી કે દુનિયાના ઘણા ભાગોમાં આ સ્થિતિ હવે સામાન્ય રીતે હોઈ શકે છે, પરંતુ યુરોપમાં જ્યાં વાતાનુકૂલનનો પ્રયોગ ઓછો જોવા મળી રહ્યો છે ત્યાં લોકો અત્યારે ગરમીથી પરેશાન છે ત્યારે એવામાં પર્યટકો સાર્વજનિક ફુવારા નીચે રાહત પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે તો અધિકારી અને સ્વયંસેવીઓ ભીષણ ગરમીના આ સમયમાં વૃદ્ધો, બીમારો અને બેઘરોની મદદ કરતા દેખાઈ રહ્યા છે. બ્રિટન અને ફ્રાન્સમાં ટ્રેન-સર્વિસ રદ કરી દેવામાં આવી છે અને ફ્રેન્ચ અધિકારીઓએ યાત્રીઓને ઘરમાં રહેવાનો અનુરોધ કર્યો છે. ગરમી અત્યારે યુરોપમાં રેકૉર્ડ તોડી રહી છે. પૅરિસમાં ગઈ કાલે તાપમાન ૪૦.૬ ડિગ્રી સેલ્સિયસ જેટલું નોંધાયું છે જે ૧૯૪૭માં નોંધાયેલા ૪૦.૪ ડિગ્રી સેલ્સિયસ તાપમાનથી વધારે છે. અધિકારીઓએ કહ્યું કે ઉત્તરી આફ્રિકાથી આવી રહેલા ગરમ પવનો પણ તાપમાન વધારી રહ્યા છે. લંડનમાં ૩૯ ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન પહોંચવાની શક્યતા છે.

આ પણ વાંચો : યૂએસના સાંસદ તુલસી ગબાર્ડે ગૂગલ પર કર્યો 350 કરોડનો મુકદમો

જર્મની નેધરલૅન્ડ્‌સ, લક્ઝમબર્ગ અને સ્વિટ્ઝરલૅન્ડમાં પારો ૪૦ ડિગ્રી સેલ્સિયસની પાર જઈ શકે છે. બેલ્જિયમમાં પણ તાપમાન રેકૉર્ડ તોડી રહ્યું છે. અહીં મિટિયરોલૉજિકલ ઇન્સ્ટિટ્યૂટમાં મુખ્ય પૂર્વાનુમાનકર્તા ડેવિડ ડેહેનાવુએ ગુરુવારે પૂર્વી શહેર લેગેમાં એક દિવસ પહેલાં અધિકતમ તાપમાન ૪૦.૨ ડિગ્રી સેલ્સિયસ નોંધ્યું છે. આ ૧૮૩૩થી નોંધવામાં આવેલા તાપમાનના આંકડાઓમાં સૌથી વધારે છે.

paris france london