પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ ભાગેડુ જાહેર

27 February, 2020 11:17 AM IST  |  Mumbai Desk

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ ભાગેડુ જાહેર

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફને ઇમરાન ખાન સરકાર દ્વારા ભાગેડુ જાહેર કરવામાં આવ્યા છે. નવાઝ શરીફ
હાલ લંડનમાં ઇલાજ કરાવી રહ્યા છે. નવાઝનો ઇલાજ કરી રહેલા ડૉકટર પર મેડિકલ રિપોર્ટ રજૂ નહીં કરવાનો આરોપ છે. મેડિકલ રિપોર્ટ રજૂ ન કરતાં તેઓએ જામીનની શરતોનું ઉલ્લંઘન કર્યુ છે, તેથી તેમને ભાગેડુ જાહેર કરવામાં આવ્યા હોવાનો ખુલાસો ઇમરાન સરકારે કર્યો છે. શરીફ ભાગેડુ જાહેર થયા તે અંગેની જાણકારી સ્થાનિક મીડિયાને આપવામાં આવી છે. શરીફ સારવાર માટે ગત વર્ષે નવેમ્બરમાં લંડન ગયા હતા. લાહોર હાઈ કોર્ટે મેડિકલના આધારે તેઓને ચાર સપ્તાહ માટે વિદેશ જવાની મંજૂરી આપી હતી.

international news pakistan nawaz sharif