જીવનની શોધમાં મળ્યું મોત: દરિયાકિનારે પિતા-પુત્રીના મૃતદેહ મળી આવ્યા

27 June, 2019 11:57 AM IST  | 

જીવનની શોધમાં મળ્યું મોત: દરિયાકિનારે પિતા-પુત્રીના મૃતદેહ મળી આવ્યા

જીવનની શોધમાં મળ્યું મોત

તમને યાદ છે ૨૦૧૫માં સીરિયન બાળક એલન કુર્દીની એક તસવીર જેણે આખી દુનિયાને હચમચાવી દીધી હતી. દરિયાકિનારે પડેલા એ બાળકના મૃતદેહને જોઈ આખી દુનિયા રડી હતી. હવે ચાર વર્ષ બાદ અમેરિકાથી આવી જ એક તસવીર સામે આવી છે. આ તસવીરમાં એક રેફ્યુજી પિતા અને તેની ટી-શર્ટમાં લપેટાયેલી દીકરીની લાશ છે. જેણે એક વખત ફરીથી સોશિયલ મીડિયાની દુનિયાને હચમચાવી દીધી છે. સેન્ટ્રલ અમેરિકાની પાસે જ એક દેશ અલ સાલ્વાડોરના રહેવાસી ઑસ્કર અલબેર્તો માર્ટિનેજ રેમિરેઝ અને તેની દીકરી વલેરિયાની આ તસવીરને એક મેક્સિન અખબારે છાપી છે. રેમિરેઝે તેની દીકરી વલેરિયાને લઇને મેક્સિકોથી અમેરિકામાં ઘુસવા માટે નદી પાર કરવા માગતો હતો.

આ પણ વાંચો : વિશ્વની સૌથી લાંબી વૉટર રાઇડ ખૂલવા જઈ રહી છે મલેશિયામાં

વલેરિયાને સલામત રાખવા રેમિરેઝે તેને પીઠ પર ટી-શર્ટની અંદર રાખીને તેડી હતી...પણ તોફાની નદીમાં બંને જણ ડૂબી ગયા હતા. વલેરિયાની માની આંખ સામે આ બન્યું ને એ કંઈ ન કરી શકી.  રેમિરેઝની એટલી જ ઇચ્છા હતી કે તેની ૨૩ મહિનાની દીકરી વલેરિયાને સારું જીવન મળે અને  માટે તેણે રિઓ ગ્રાન્ડે પસાર કરીને અમેરિકા પહોંચવાનું નક્કી કર્યું પણ મોતે તેમને આંબી ગયું. 

news