ઈથોપિયન એરલાઈન્સનું પ્લેન ક્રેશ, 157 લોકોના મોતની આશંકા

10 March, 2019 03:21 PM IST  | 

ઈથોપિયન એરલાઈન્સનું પ્લેન ક્રેશ, 157 લોકોના મોતની આશંકા

પ્રતીકાત્મક તસવીર

ઈથોપિયન એરલાઈન્સનું એક પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું છે. ઈથોપિયાના વડાપ્રધાન કાર્યાલયે ટ્વિટ કરીને આ માહિતી આપી છે. ક્રેશ થયેલા પ્લેનમાં 149 મુસાફરો અને 8 ક્રૂ મેમ્બર્સ સવાર હતા. આ દુર્ઘટનામાં તમામ લોકોના મોતની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. જો કે આ મામલે હજી સુધી કોઈ સત્તાવાર માહિતી સામે નથી આવી.

મળતી માહિતી પ્રમાણે ઈથોપિયન એરલાઈન્સનું બોઈંગ 737-800 MAX દરરોજની જેમ ભાંતિ અદીસ અબાબાથી કેન્યાની રાજધાની નૈરોબી જવા માટે ટેક ઓફ થયું હતું. સ્થાનિક સમય પ્રમાણે સવારે 8.38 વાગે આ વિમાન અદીસ અબાબાથી ટેક ઓફ થયું હતું, પરંતુ માત્ર 6 મિનિટ બાદ એટલે કે 8.44 કલાકે જ પ્લેનનો સંપર્ક તૂટી ગયો હતો.

આ પણ વાંચોઃ રાજસ્થાનના બીકાનેરમાં વાયુસેનાનું ફાઈટર જેટ MIG-21 દુર્ઘટનાગ્રસ્ત, પાયલટ સુરક્ષિત

ઈથોપિયાના વડાપ્રધાને વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામનાર લોકોના પરિવાર પ્રત્યે શોક વ્યક્ત કર્યો હતો. બીજી તરફ ઈથોપિયન એરલાઈન્સનું કહેવું છે કે હજી સુધી કેટલા લોકોના મૃત્યુ થયા તેની કોઈ માહિતી સામે નથી આવી. એરલાઈન્સનું કહેવું છે કે દુર્ઘટના બાદ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

news kenya