સાઉદી અરબની તેલ પાઈપ લાઈન પર ડ્રોન હુમલો

14 May, 2019 08:23 PM IST  | 

સાઉદી અરબની તેલ પાઈપ લાઈન પર ડ્રોન હુમલો

તેલ પાઈપ લાઈન પર ડ્રોન હુમલો

સાઉદી અરબમાં ચાર ટેંકરો પર હુમલો કર્યાના બે દિવસ પછી ફરી એકવાર મોટો હુમલો કરવામાં આવ્યો છે. સાઉદી અરબની પ્રમુખ સઉદી તેલ પાઈપલાઈનના બે પમ્પિંગ સ્ટેશનો પર ડ્રોનથી હુમલો કરવામાં આવયો હતો ત્યારબાદકાચા તેલના પ્રવાહને રોકવામાં આવ્યો છે.

સઊદી અરેબિયાના ઊર્જા મંત્રી ખાલિક અલ ફલીહે કહ્યું કે તેલથી સમૃદ્ધ પૂર્વી પ્રાંતથી લાલ સાગર સુધી જતી પાઈપ લાઈન પર મંગળવારે હુમલો કરવામાં આવ્યો. આ એક આતંકી કૃત્ય છે, જેને વૈશ્વિક તેલની આપૂર્તિ માટે ટાર્ગેટ કરવામાં આવ્યા છે.

ઈરાનના સમર્થન વાળા હઉથી વિદ્રોહી, જેઓ યમનમાં સઊદીના નેતૃત્વ વાળા સૈન્ય ગઠબંધન સાથે ઝઝૂમી રહ્યા છે, તેમણે પહેલા દાવો કર્યો હતો કે તેમણે ડ્રોનથી કેટલાક મહત્વપૂર્ણ સઊદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. બાદમાં કહેવામાં આવ્યું હતું કે આ રાજ પરિવારને સંદેશ મોકલવા માટે છે કે તે તેમના દેશની સામેની આક્રમકતાને રોકે.

saudi arabia