ટ્રમ્પે પુતિનને મજાકમાં કહ્યું, અમેરિકી ચૂંટણીમાં દખલ ન દેતા

29 June, 2019 10:39 AM IST  |  ઓસાકા

ટ્રમ્પે પુતિનને મજાકમાં કહ્યું, અમેરિકી ચૂંટણીમાં દખલ ન દેતા

ડોનલ્ડ ટ્રમ્પ

જી-૨૦ સમિટ દરમ્યાન શુક્રવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની મુલાકાત થઈ હતી. મુલાકાત પછી બન્ને નેતાઓએ મીડિયા સાથે વાત કરી હતી. આ દરમ્યાન ટ્રમ્પને રશિયાની અમેરિકાની ચૂંટણીમાં દખલગીરી વિશે સવાલ કરવામાં આવ્યો હતો. આ વિશે ટ્રમ્પે મજાક કરતાં પુતિનને કહ્યું હતું કે અમેરિકાની ચૂંટણીમાં દખલ ન કરતા.

ટ્રમ્પે સમિટ સિવાય પુતિન સાથે પણ મુલાકાત કરી હતી. ટ્રમ્પે કહ્યું, પુતિન સાથે મારા સંબંધો ઘણા સારા છે. આ સંબંધોથી ઘણી સકારાત્મક વાતો સામે આવશે.

ટ્રમ્પે જણાવ્યું કે અમારી પાસે ચર્ચા માટે બીજા ઘણા મુદ્દા છે એમાં વેપાર અને સુરક્ષા સંબંધિત વાતો પણ છે તે ખૂબ સકારાત્મક છે. અમારી બન્નેની વાતચીત ઘણી સારી રહી, પરંતુ મેં તેમને શું કહ્યું? એ વિશે તમને કોઈ મતલબ ન હોવો જોઈએ.

આ પણ વાંચો : ભારતીય મૂળની પ્રિયા બની 'મિસ યૂનિવર્સ ઑસ્ટ્રેલિયા'

ડેમોક્રૅટ્‌સે ટ્રમ્પની જીત સુનિશ્ચિત કરવા મોસ્કો પર અમેરિકન ચૂંટણીમાં દખલગીરી કરવાનો આરોપ લગાવ્યો હતો. એ વિશે ઘણી વાર વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યા હતા.

donald trump vladimir putin g20 summit russia