Coronavirus: ચીન બાદ હવે દક્ષિણ કોરિયામાં સૌથી વધુ દરદીઓ

27 February, 2020 09:26 AM IST  |  Mumbai Desk

Coronavirus: ચીન બાદ હવે દક્ષિણ કોરિયામાં સૌથી વધુ દરદીઓ

ચીને ગુરુવારે કોરોના વાયરસને કારણે વધુ 29 લોકોના મૃત્યુની માહિતી આપી. આ લગભગ છેલ્લા એક મહિનાના એક દિવસનો સૌથી મોટો મરણાંક છે. ચીનમાં અત્યાર સુધી 2,744 લોકોની મૃત્યુ થઈ ગઈ છે. આની માહિતી દેશના સ્વાસ્થ્ય વિભાગે આપી છે. તો દક્ષિણ કોરિયામાં 334 નવા મામલા સામે આવ્યા છે. અહીં પીડિતોની સંખ્યા 1,595 થઈ ગઈ છે. ચીન બાદ કોરોનાવાયરસના અહીં સૌથી વધારે મામલા સામે આવ્યા છે. પાકિસ્તાનમાં કોરોના વાયરસના પહેલા બે મામલા સામે આવ્યા છે.

ચીનમાં કોરોના વાયરસના 78,500 મામલા
ચીની સ્વાસ્થ્ય વિભાગે ગુરુવારે કોરોનાને કારણે 29 વધુ લોકોના મૃત્યુની માહિતી આપી. આ પહેલા ચીનમાં 29 જાન્યુઆરીના 26 લોકોનું મૃત્યુ થયું હતું. સમાચાર એજન્સી એએફપી પ્રમાણે છેલ્લા ત્રણ દિવસથી સતત આ વાયરસથી મરનારાની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. દેશના સ્વાસ્થ્ય વિભાગે 433 નવા મામલાની માહિતી આપી છે. ચીનમાં કોરોના વાયરસથી સંક્રમિત લગભગ 78,500 મામલા સામે આવ્યા છે.

દક્ષિણ કોરિયામાં દરદીઓની સંખ્યા 1,595 - 12નું મૃત્યુ
ચીન બાદ કોરોના વાયરસે દક્ષિણ કોરિયામાં સૌથી વધારે આતંક મચાવ્યો છે. સમાચાર એજન્સી એએફપી પ્રમાણે અહીં દરદીઓની સંખ્યા 1595 થઈ ગઈ છે. 334 નવા મામલા સામે આવ્યા છે. અહીં મરણાંક 12 છે. મહામારીને કારણે અમેરિકા અને દક્ષિણ કોરિયાએ ગુરુવારે સંયુક્ત સૈન્ય અભ્યાસ સ્થગિત કર્યો.

પાકિસ્તાનમાં બે મામલા આવ્યા સામે
પાકિસ્તાનમાં કોરોના વાયરસના પહેલા બે મામલા સામે આવ્યા છે. સ્વાસ્થ્ય પર વડાપ્રધાન ઇમરાન ખાનના વિશેષ સહાયક ડૉ. ઝફર મિર્ઝાએ આની માહિતી આપી. સમાચા એજન્સી પીટીઆઇ પ્રમાણે તેમણે કહ્યું કે ગભરાવાની જરૂર નથી. સ્થિતિ નિયંત્રણમાં છે. બન્ને દરદીઓ ઇરાનથી પાછાં ફર્યા છે અને એક મામલો સિંધ અને એક કરાચીમાંથી સામે આવ્યો છે.

ઇરાનમાં 19ની મોત, 140 સંક્રમિત
પાકિસ્તાને ઇરાન સાથે પોતાની સીમા બંધ કરી દીધી છે, જ્યાં ઓછામાં ઓછા 19 લોકોની વાયરસને કારણે મોત થઇ છે. અહીં 140 લોકો આ વાયરસથી સંક્રમિત છે. સમાચાર એજન્સી એએનઆઇ પ્રમાણે અત્યાર સુધી 39 લોકોના સ્વાસ્થ્યમાં સુધારો આવી રહ્યો છે. જેમાં 40 લોકોને હૉસ્પિટલમાંથી રજા મળી ગઈ છે.

coronavirus south korea china united states of america international news