Coronavirus:ટીચરે બાળકોને સમજાવ્યું સાબુથી હાથ ધોવાનું મહત્વ,જુઓ વીડિયો

14 March, 2020 07:27 PM IST  |  Mumbai Desk

Coronavirus:ટીચરે બાળકોને સમજાવ્યું સાબુથી હાથ ધોવાનું મહત્વ,જુઓ વીડિયો

વીડિયોમાંથી લેવાયેલી તસવીર

કોરોના વાયરસ જેવી મહામારી સામે લડવા આજે દરેકે જાગૃત થવાની જરૂર છે. બાળકોને અને વૃદ્ધોને કોઇપણ વાયરસ કે બીમારી ઝડપથી થાય છે કારણ તેમની રોગપ્રતિકારક શક્તિ પ્રમાણમાં ઓછી હોય છે એવામાં બાળકોને વારંવાર હાથ સાબુથી ધોવા જરૂરી છે તેનું કારણ સમજાવવું થોડું મુશ્કેલ હોય છે. પરંતુ અહીં આ શિક્ષકે સરસ રીતે બતાવ્યું છે કે સાબુથી હાથ ધોવા શામાટે જરૂરી છે.

તો અહીં જુઓ વીડિયો.

વીડિયોમાં સ્કૂલ ટીચર જે બાળકોને સમજાવે છે કે સાબુથી હાથ ધોવાનું શું મહત્વ છે તેમજ કેવી રીતે સાબુથી હાથ ધોવાથી વાયરસ કેવી રીતે આપણાં શરીરથી દૂર રહે છે. વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે શિક્ષકે પોતાની આંગળી પાણીથી ભરેલી ડીશમાં ડૂબાડી છે જેમાં કાળા મરીનું પાઉડર તરી રહ્યું છે. શિક્ષકે બધાંને પોતાની આંગળીનું અમુક સેકેન્ડ માટે નિરીક્ષણ કરવા કહ્યું. થોડીક સેકેન્ડ્સ બાદ તેણે આંગળી સાબુવાળા પાણીમાં ડૂબાવી લીધા બાદ ફરી કાળા મરીવાળી ડીશમાં મૂકી.

જ્યારે શિક્ષિકાએ પોતાની સાબુથી હાથ ધોયેલી આંગળી ફરી તે ડીશમાં મૂકી. ત્યારે કાળામરીનું પાઉડર તેની આંગળી પર ચોંટવાને બદલે તેની આંગળીથી દૂર ખસી ગયું. આવું હાથ પર ચોંટેલા સાબુને કારણે થયું. વીડિયોમાં શિક્ષિકાનો અવાજ સંભળાય છે કે તે બધાં બાળકોને પૂછી રહી છે કે, "તમે જોયું કેવી રીતે તમારા હાથ સાબુથી ધોવા ખૂબ જ જરૂરી છે?"

જ્યારે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન લોકોને કોરોના વાયરસથી કેવી રીતે સાવચેતી રાખવી તેના વિશે માહિતી ફેલાવવા માગે છે ત્યારે આ શિક્ષિકાનો શૈક્ષણિક વીડિયો ખૂબ જ હ્રદયસ્પર્શી લાગે છે. 49 સેકેન્ડના આ વીડિયોને 4 મિલિયનથી વધારે વ્યૂઝ મળી ચૂક્યા છે. અને 3 લાખ કરતાં વધારે લાઇક્સ તેમ જ 1 લાખ રિટ્વીટ થયા છે.

સેંકડો ટ્વિટર યૂઝર્સે આ વીડિયો પર કોમેન્ટ કરી છે. જે કંઇક આ પ્રમાણે છે.

coronavirus international news national news