ચીનને અમેરિકા સાથેની ટ્રેડ વૉર નડી, વિકાસદર માત્ર 6 ટકા નોંધાયો

19 October, 2019 01:13 PM IST  |  બીજિંગ

ચીનને અમેરિકા સાથેની ટ્રેડ વૉર નડી, વિકાસદર માત્ર 6 ટકા નોંધાયો

ડોનલ્ડ ટ્રમ્પ

ચીન અને અમેરિકા વચ્ચે શરૂ થયેલા ટ્રેડ વૉરની અસર ચીનના વિકાસદર પર જોવા મળી છે. છેલ્લા ત્રણ માસના આંકડા પર નજર કરવામાં આવે તો ચીનનો વિકાસદર છેલ્લાં ૨૭ વર્ષમાં સૌથી નીચેના સ્તરે છે.

શુક્રવારે જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે જુલાઈથી સપ્ટેમ્બર સુધીના સમયગાળા દરમ્યાન ચીનનો વિકાસદર માત્ર ૬ ટકા નોંધવામાં આવ્યો છે. જ્યારે અપ્રિલ-જૂનમાં જીડીપીનો દર ૬.૨ ટકા હતો.

ચીનના જીડીપી દરમાં સતત ઘટાડો થવાનું કારણ અમેરિકા સાથે શરૂ થયેલ ટ્રેડ વૉર છે. જેથી ૧૯૯૨ બાદ ચીનનો વિકાસદર સૌથી ઓછો નોંધવામાં આવ્યો છે. ચીને આ મામલે જણાવ્યું કે છેલ્લા ત્રણ માસમાં ચીનની અર્થવ્યવસ્થામાં મંદી જોવા મળી રહી છે. ચીન સરકારે વિદેશી રોકાણને વધારવા માટે કેટલાક અંકુશને પણ હટાવ્યા છે જેથી ચીનની અર્થવ્યવસ્થાને વધુ ગતિ મળી શકે.

આ પણ વાંચો : માતાને લાગ્યું જન્મતા જ થઈ ગયું હતું બાળકનું મોત, 30 વર્ષ બાદ હકીકત આવી સામે...

મહત્ત્વપૂર્ણ છે કે ચીન અને અમેરિકા વચ્ચે ટ્રેડ વૉર શરૂ થતાં દુનિયાના અનેક દેશોની અર્થવ્યવસ્થા પર અસર પડી છે ત્યારે ચીનના વિકાસદરમાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.

china united states of america