ચીનના રહસ્યમય વાયરસથી વિશ્વ આખું ચિંતિત,થાઇલેન્ડ અને જાપાનમાં પણ દર્દીઓ

21 January, 2020 09:13 PM IST  |  Mumbai Desk

ચીનના રહસ્યમય વાયરસથી વિશ્વ આખું ચિંતિત,થાઇલેન્ડ અને જાપાનમાં પણ દર્દીઓ

વિશ્વમાં હાલ એક રહસ્યમય વાયરસની ચર્ચા સામાન્ય થઈ ગઈ છે. આ વાયરસના સૌથી વધારે શિકાર પણ ચીનમાં જોવામાં આવ્યા છે. એકલા ચીનમાં આ રહસ્યમય વાયરસના 139 નવા મામલાઓ સામે આવી ચૂક્યા છે, ચોંકાવનારી વાત એ છે કે આટલા મામલાઓની ખબર પણ હાલ બે દિવસમાં જ પડી છે. એ માનવામાં આવી રહ્યું છે કે આ નવા વાયરસના ઝાંસામાં આવનારા લોકોની સંખ્યા વધારે હશે. આની ખબર આગામી દિવસોમાં મળી જશે. હાલ ચીન પછી હવે તેના વાયરસે થાઇલેન્ડ અને જાપાન સુધી પણ પોતાનો પગપેસારો કરી લીધો છે. હાલ બન્ને દેશોમાં પણ આ વાયરસના દર્દીઓ જોવા મળ્યા છે.

WHOએ વ્યક્ત કરી ચિંતા
વર્લ્ડ હેલ્થ ઑર્ગનાઇઝેશનનું કહેવું છે કે આ વાયરસનો પ્રકોપ એટલા માટે વધારે વધતો દેખાય છે કારણ કે મોટા સ્તરે આની તપાસ કરવામાં આવી રહી છે. અહીં નવું કોરોનાવાયરસ ડિસેમ્બર મહિનામાં સૌથી પહેલા પકડમાં આવ્યો હતો પણ હવે તે ચીનની સીમાને પાર કરીને બીજા દેશોમાં પણ પહોંચી ગયો છે. તાજેતરની ઘટનાઓ વિશે વાત કરીએ તો થાઇલેન્ડમાં બે અને જાપાનમાં એક મામલો સામે આવ્યો છે. કોરોનાવાયરસના આ નવા મામલા ચીનના વુહાન શહેર, બીજિંગ અને શેનજેનમાં મળ્યા છે. તેની સાથે જ ચીનમાં આ વાયરસથી પ્રભાવિત થયેલા લોકોની સંખ્યા 200ની પાર થઈ ગઈ છે. અત્યાર સુધી શ્વાસ સંબંધિત બીમારીઓના કારણે ત્રણ લોકોનું મૃત્યુ થઈ ગયું છે.

ક્યાંથી આવ્યું આ વાયરસ?
આ ખૂબ જ નવા પ્રકારનું વાયરસ કહેવામાં આવી રહ્યું ચે. કહેવામાં આવી રહ્યું છે કે આ જીવોની એક પ્રજાતિથી બીજી પ્રજાતિના જીવોમાં જાય છે અને પછી અને માનવીઓને સંક્રમિત કરે છે તો તેને આની જરાપણ ખબર પડતી નથી. નૉટિંઘમ યૂનિવર્સિટીના એક વાયરોલૉજિસ્ટ પ્રોફેસર જોનાથન બૉલ પ્રમાણે આ ખૂબ જ નવા પ્રકારના કોરોનાવાયરસ છે. શક્યતા છે કે આ વાયરસ પશુઓથી જ માણસો સુધી પહોંચ્યું હોય. જે નવા વાયરસ સૉર્સની વાત કહેવામાં આવી રહી છે તે વાયરસ બિલાડીમાંથી એક માણસ સુધી પહોંચ્યું હતું.

કેવું છે આ વાયરસ
દર્દીઓમાંથી લેવામાં આવેલા વાયરસ સેમ્પલની તપાસ પ્રયોગશાળામાં કરવામાં આવી છે. તેના પછી ચીનના અધિકારીઓ અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું કે આ એક કોરોનાવાયરસ છે. કોરોનાવાયરસ કેટલાય પ્રકારના હોય છે પણ આમાંથી છને જ લોકોને સંક્રમિત કરવા માટે ઓળખવામાં આવે છે. પણ નવા વાયરસની જાણ થયા પછી આ સંખ્યા વધીને સાત થઈ જશે. નવા વાયરસના જેનેટિક કોડના વિશ્લેષણથી એ ખબર પડે છે કે આ માનવોને સંક્રમિત કરવાની ક્ષમતા રાખનારા અન્ય કોરોનાવાયરસની તુલનામાં 'સૉર્સ'ની વધારે નજીક છે. સૉર્સ નામના કોરોનાવાયરસને ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે. સૉર્સને કારણે ચીનમાં વર્ષ 2002માં 8,098 લોકો સંક્રમિત થયા હતા અને તેમાંથી 774 લોકોની મોત થઈ ગઈ હતી.

international news china japan thailand