ભારત સાથે સંબંધ વધુ ખરાબ ન કરો

10 August, 2019 12:06 PM IST  |  બેઈજિંગ

ભારત સાથે સંબંધ વધુ ખરાબ ન કરો

જમ્મુ-કાશ્મીરમાંથી ભારત દ્વારા કલમ-૩૭૦ હટાવાતાં પાકિસ્તાન ગિન્નાયું છે અને હવે આંતરરાષ્ટ્રીય સમુદાય પાસેથી મદદ માગતા ફરી રહ્યા છે, પરંતુ એને દરેક જગ્યાએથી નિરાશા જ હાથ લાગી રહી છે. આ મુદ્દા પર વિચારવિમર્શ કરવા માટે શુક્રવારે ચીન ગયેલા પાકિસ્તાનના વિદેશપ્રધાનને ચીને સ્પષ્ટ કહી દીધું કે પાકિસ્તાન કાશ્મીર પર તણાવને વધતો બચાવે અને ભારતની સાથે પોતાના સંબંધો વધુ ખરાબ ન કરે.

જોકે પાકિસ્તાનના વિદેશપ્રધાન શાહ મહમૂદ કુરૈશી જમ્મુ અને કાશ્મીરને ખાસ રાજ્યનો દરજ્જો આપતી કલમ-૩૭૦ને હટાવવાને લઈને ભારતના નિર્ણય પર ચીની નેતૃત્વ સાથે વિચારવિમર્શ કરવા ચીન ગયા હતા. શુક્રવારે સવારે બીજિંગ માટે ઉડાન ભરતાં પહેલાં કુરૈશીએ કહ્યું હતું કે ‘ભારત પોતાના અસંવૈધાનિક રીતે ક્ષેત્રીય શાંતિમાં અડચણ ઊભી કરવાનો ઉદ્દેશ ધરાવે છે. ચીન માત્ર પાકિસ્તાનનો મિત્ર જ નથી, ક્ષેત્રનો એક મહત્ત્વપૂર્ણ દેશ પણ છે. એ સ્થિતિ પર ચીનના નેતૃત્વને વિશ્વાસમાં લેશે.’

આ પણ વાંચોઃ કાશ્મીર પોલિસીમાં કોઇ ફેરફાર નહીઃ અમેરિકા

એ વખતે તેમની સાથે વિદેશસચિવ સોહેલ મહમૂદ અને અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ હતા. ઉલ્લેખનીય છે કે ભારત સરકારે સોમવારે જમ્મુ અને કાશ્મીરને ખાસ દરજ્જો આપતી સંવિધાનની કલમ-૩૭૦ને ખતમ કરી દીધી હતી.

china pakistan