ચીની પ્રમુખ જિનપિંગએ સૈન્યને યુદ્ધ માટે તૈયાર રહેવા આપ્યો આદેશ

05 January, 2019 03:27 PM IST  | 

ચીની પ્રમુખ જિનપિંગએ સૈન્યને યુદ્ધ માટે તૈયાર રહેવા આપ્યો આદેશ

શું સાચી પડશે નાસ્ત્રેદંમસની આગાહી?

ત્રીજા વિશ્વયુદ્ધને લઈ વારંવાર ચર્ચાઓ થતી રહે છે. ક્યારેક ડોનાલ્ડ ટ્રમ્પ તો ક્યારેક ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનની હરકતો તો ક્યારેક ચીનની અવળચંડાઈને કારણે વિશ્વ પર ત્રીજા વિશ્વયુદ્ધનો ખતરો મંડરાય છે. તો શું વિશ્વમાં યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ છે ? ફ્રાન્સના ભવિષ્યવેત્તા માઈકલ ધ નાસ્ત્રેદમસની ત્રીજા વિશ્વ યુદ્ધને લઈને કરેલી ભવિષ્યવાણી સાચી પડશે ? શું તેમની ભવિષ્યવાણી અનુસાર પોતાની રણનીતિથી ચીન દુનિયાની મહાસત્તા બનશે ? આ આશંકાઓને સાચી પડે તેવું લાગી રહ્યું છે.

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના તાજેતરમાં આપેલા નિવેદન પરથી લાગી રહ્યું છે કે વિશ્વ યુદ્ધ થઈ શકે છે.. જિનપિંગે શુક્રવારે ચીની સેનાને યુદ્ધની તૈયારીમાં જોડાવાના આદેશ આપ્યા છે. જિનપિંગે કહ્યું છે કે, 'ચીન આ સમયે તમામ જોખમો અને મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે. જેના કારણે PLAને યુદ્ધની તૈયારીઓ ઝડપી કરવી પડશે.

નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી અનુસાર , ત્રીજુ વિશ્વયુદ્ઘ બે સુપરપાવર દેશો વચ્ચે થશે અને આ યુદ્ધ આશરે 27 વર્ષો સુધી ચાલશે. તેની આ રણનીતિના કારણે ચીન દુનિયામાં નવા નેતા તરીકે પ્રસ્થાપિત થશે. પાછલા કેટલાક સમયથી વિશ્વના કેટલાક ભાગોમાં યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ છે. અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરથી કોઈ અજાણ નથી. એકતરફ ઉત્તર કોરિયા પણ તેના રંગ બદલી રહ્યું છે અને તેના વિશે ખાસ અનુમાન લગાવી શકાય નહી ત્યારે ચીનની આવી તૈયારીઓ વિશ્વ માટે ચિંતાનો વિષય બન્યું છે.

ચીનની સરકારી ન્યૂઝ વેબસાઈટ ગ્લોબલ ટાઈમ્સ રિપોર્ટ અનુસાર, જિનપિંગે ચીનની સામે વધતા પડકારોનો હવાલો આપતા PLAને સચેત રહેવા આદેશ આપ્યા છે. આ સિવાય આ વર્ષે PLA તેની સ્થાપનાનો 70મો જન્મદિવસ મનાવી રહ્યો છે અને ચીન થિયાનમન ચોક પર પરેડ દ્વારા તેની શક્તિનું પ્રદર્શન કરશે. પરેડમાં PLAની ક્ષમતાઓનું પ્રદર્શન કરવામાં આવશે.