બ્રેક્ઝિટઃથેરેસા મેને મોટો ઝટકો, સંસદે રદ કર્યો બ્રેક્ઝિટ પ્રસ્તાવ

16 January, 2019 09:36 AM IST  | 

બ્રેક્ઝિટઃથેરેસા મેને મોટો ઝટકો, સંસદે રદ કર્યો બ્રેક્ઝિટ પ્રસ્તાવ

BREXIT એટલે કે યુરોપિયન યુનિયનમાંથી બ્રિટનને અલગ કરવાના પ્રસ્તાવને સંસદે રદ કરી નાખ્યો છે. વડાપ્રધાન થેરેસા મેના પ્રસ્તાવને હાઉસ ઓફ કોમન્સે ફગાવી દીધો છે. સંસદમાં થયેલા વોટિંગ દરમિયાન 432માંથી માત્ર 202 સાંસદોઓ જ આ પ્રસ્તાવને સમર્થન આપ્યું. ઉલ્લેખનીય છે પ્રસ્તાવ પસાર કરાવવા માટે થેરેસા મેને 230 વોટ્સની જરૂર હતી.


સંસદમાં થેરેસા મેની પાર્ટીના સાંસદોએ પણ તેમના પ્રસ્તાવ વિરુદ્ધ મતદાન કર્યું. માનવામાં આવે છે કે કંઝર્વેટિવ પાર્ટીના 100થી વધુ સાંસદોએ તેમના વિરુદ્ધ મતદાન કર્યું હતું. જે અત્યાર સુધીની સરકારની સૌથી મોટી હાર છે. બ્રેક્ટિઝની નિષ્ફળતા એ વડાપ્રધાન તરીકે થેરેસા મેની સંસદમાં મોટી હાર છે. આ ઐતિહાસિક ઘટના બાદ હવે વિપક્ષની લેબર પાર્ટીએ મેની સરકાર સામે જ અવિશ્વાસ મતનો પ્રસ્તાવ લાવી દીધો છે.

આ પણ વાંચોઃ ઓગસ્ટા-વેસ્ટલેન્ડ: દુબઈ શાસકની ગુમ દીકરીને સોંપવાના બદલામાં ભારતને મળ્યો મિશેલ:રિપોર્ટ

જો કે હજીય બ્રેક્ટિઝ એટલે કે બ્રિટન યુરોપિયન યુનિયનથી અલગ નહીં જ થાય તેમ કહેવું વહેલું ગણાશે. કારણ કે થેરેસા મે હજી એકવાર આ પ્રસ્તાવ સંસદમાં રજૂ કરીને સંસદની મંજૂરી મેળવી શકે છે. તો યુરોપિયન યુનિયન સાથે ચર્ચા બાદ નવી સમજૂતી સાથે પણ પ્રસ્તાવ રજૂ થઈ શકે છે. સાથે જ એક શક્યતા જનમત લેવાની પણ છે. જો આ જો તોના સમીકરણો ન થાય 29 માર્ચ, 2019ના દિવસે બ્રિટન કોઈ પણ પ્રકારની સમજૂતી વગર જ યુરોપિયન યુનિયનથી છુટું પડી શકે. જો આવું કશું ન થાય તો 29 માર્ચ 2019ના રોજ બ્રિટન કોઈ પણ સમજૂતી વગર યૂરોપિય સંઘથી અલગ થઈ જશે.

theresa may brexit european union