ફેસબુકે કર્યું ડેટા પ્રાઈવસીનું ઉલ્લઘંન: બ્રિટન

18 February, 2019 06:54 PM IST  | 

ફેસબુકે કર્યું ડેટા પ્રાઈવસીનું ઉલ્લઘંન: બ્રિટન

ફેસબુકે આપ્યા એપ ડેવલપર્સને ડેટા: રિપોર્ટ

બ્રિટને ફરી એકવાર ફેસબુક પર ડેટા પ્રાઈવસી કાયદાનાં ઉલ્લંઘનના આરોપ લગાવ્યા છે. બ્રિટનની ડિજિટલ, કલ્ચર, મીડિયા અને સ્પોર્ટ્સ કમિટી દ્વારા એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. જેમાં ફેસબુક ડેટા પ્રાઈવસીના નિયમનું ઉલ્લંઘન કરી રહ્યું છે આ વાત બહાર આવી છે. ફેસબુક દ્વારા આપવામાં આવેલી સુવિધાઓને કારણે પ્રાઈવસીના પ્રશ્નો ઉભા થતા હોવાનું આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે. રિપોર્ટના આધારે બ્રિટેનના લૉ મેકર્સેનું કહેવું છે કે ફેસબુક પોતાને કાયદાની ઉપર સમજે છે.

ફેસબુકે આપ્યા એપ ડેવલપર્સને ડેટા: રિપોર્ટ

બ્રિટનની કમિટી અનુસાર તેમણે માર્ક ઝુકરબર્ગ અને ફેસબુકના અન્ય અધિકારીઓના ઈ-મેઈલની ચકાસણી કરી. ફેસબુક દ્વારા એપ ડેવલપર્સે ડેટા ટ્રાન્સફર કરવા માટે યુઝર્સની પ્રાઈવસીનું ધ્યાન રાખ્યુ નથી. આ પહેલા પણ ફેસબુક અને માર્ક ઝુકરબર્ગ પર બ્રિટન સહિત અન્ય 7 દેશો દ્વારા પ્રાઈવસી અંગે આરોપ લગાવવામાં આવ્યા હતા. આ સિવાય ગત 27 નવેમ્બરે આ દેશોના કાયદાકારો પૂછપરછ કરવાના હતા. જો કે માર્ક ઝુકરબર્ગ આ પૂછપરછ માટે હાજર રહ્યા ન હતા.

 

આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિસિપલ કોંગ્રેસે મેયરની સરખામણી ગધેડા સાથે કરી, કર્યા દેખાવો

 

ઉલ્લેખનીય છે કે ફેસબુક પર આ પહેલા પણ પ્રાઈવસી લીક થવાના આરોપ લાગી ચૂક્યા છે અને ફેસબુક પર કેસ પણ કરવામાં આવ્યો છે. મહત્વનું છે, ફેસબુક પર પ્રાઈવસીમાં બાંધછોડ કરવા બાબતે 6.46 લાખ ડોલરનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

facebook mark zuckerberg