રસ્તા પરના ખાડા પરથી થયો બેંક લૂંટની યોજનાનો ખુલાસો

31 January, 2019 05:06 PM IST  | 

રસ્તા પરના ખાડા પરથી થયો બેંક લૂંટની યોજનાનો ખુલાસો

સિંકહોલે ખોલ્યો લૂંટની યોજનાનો ભેદ?

અમેરિકાના ફ્લોરિડામાં અધિકારીઓ ત્યારે આશ્ચર્યચકિત થઈ ગયા જ્યારે તેમને 50 ગજની એક ટનલ મળી આવી. અધિકારીઓ જેને સિંકહોલ સમજીને હળવાશથી લઈ રહ્યા હતા તે અસલમાં એક ટનલ હતી. જેની થોડે જ દૂર એક બેંક આવેલી છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ ટનલમાં વીજળી સપ્લાય કરવા માટે તાર પણ લગાવવામાં આવ્યા હતા. તેમાં એક જનરેટર પણ હતું. આ ટનલની પહોળાઈ ત્રણ ફૂટ હતો. અચાનક જમીન ધસવાથી જે સિંકહોલ બને છે તેને સિંકહોલ કહેવાય છે. આખી દુનિયામાં અનેક સિંકહોલ છે. અને તે ખૂબ જ મોટું હોય છે.

FBI મિયામીના ખાસ એજન્ટ મિશેલ ડી લૈવરોકના પ્રમાણે આ ટનલ દેખાવમાં નાની હતી પરંતુ જે હેતુથી તેને તૈયાર કરવામાં આવી રહી હતી તેના માટે યોગ્ય હતી. જે રસ્તાના કિનારે આ ટનલ બનાવવામાં આવી હતી તેની એક બાજુ શોપિંગ કોમ્પલેક્સ હતો. જો કે જેણે પણ આ ટનલ બનાવી તેનું કામ પુરું નહોતું થયું. કારણ કે તે બેંક સુધી નહોતી પહોંચી.

હાલ FBI આ ટનલ બનાવનારાઓની શોધખોળ કરી રહી છે. હજુ સુધી તેને કોઈ જાણકારી નથી મળી. પરંતુ એજંસીઓની માન્યતા પ્રમાણે આ બેંકનું ATM લૂંટવાની તૈયારી ચાલી રહી હતી. આ ટનલને જોઈને તમામ લોકો પરેશાન છે. ટનલને લાકડીના કટકાથી ઢાંકવામાં આવી હતી.

આ પણ વાંચોઃ જાણો શું છે આર્કટિક બ્લાસ્ટ, જેના કારણે ઠૂંઠવાઈ રહ્યા છે લોકો

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ ટનલ ખૂબ જ ધ્યાન રાખીને ખોદવામાં આવી છે. ટનલની અંદરથી ધૂળથી ભરાયેલા પગરખા મળ્યા છે સાથે નાની સીડી પણ મળી છે. છેલ્લા કેટલાક સમયથી એ વિસ્તારમાં વરસાદ હોવાથી ટનલનું કામ રોકાયેલું હતું. જે હવે તપાસ એજન્સીઓને હાથ લાગી છે.

world news