અબુ ધાબીના યુવરાજ પાકિસ્તાનની મુલાકાતે

07 January, 2019 11:05 AM IST  | 

અબુ ધાબીના યુવરાજ પાકિસ્તાનની મુલાકાતે

અબુ ધાબીના યુવરાજ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન સાથે

નાણાભીડમાં ફસાયેલા પાકિસ્તાનને સરકારની રાજકોષીય નીતિ અને વિદેશી હૂંડિયામણના ભંડોળને ટેકો આપવા આર્થિક સહાયની આવશ્યકતાને ધ્યાનમાં રાખતાં અબુ ધાબીના યુવરાજ શેખ મોહમ્મદ બિન ઝાયેદ બિન સુલતાન અલ-નાહયાન ગઈ કાલે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનને મળ્યા હતા. ઑગસ્ટમાં વડા પ્રધાનપદ સંભાળ્યા બાદ ઇમરાન ખાને નાણાકીય સહાય મેળવવા સાઉદી અરેબિયા, ચીન અને UAE જેવા મિત્રદેશોની મુલાકાત લીધી હતી.

આ પણ વાંચો : અફઘાનિસ્તાન: સોનાની ખાણ ધસી પડવાથી 30 લોકોનાં મોત, 15થી વધુને ઈજા

ઇમરાન ખાને ઑગસ્ટથી અત્યાર સુધીમાં બે વખત UAEની મુલાકાત લીધી હતી. બન્ને દેશો વચ્ચે ગયા અઠવાડિયે પાકિસ્તાનને ૬.૨ અબજ અમેરિકી ડૉલરની સહાય માટેના કરાર થયા હતા. અબુ ધાબીના યુવરાજ તેમની મુલાકાત દરમયાન આ સંદર્ભે જાહેરાત કરે એવી આશા સેવાઈ રહી છે.

imran khan abu dhabi pakistan world news