ન્યુ ઝીલૅન્ડમાં આવ્યો ૮.૧ની તીવ્રતાનો ભૂકંપ,રાતે સતત આંચકા અનુભવાતાં ભય

06 March, 2021 01:14 PM IST  |  Mumbai | Agencies

ન્યુ ઝીલૅન્ડમાં આવ્યો ૮.૧ની તીવ્રતાનો ભૂકંપ,રાતે સતત આંચકા અનુભવાતાં ભય

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય મિડ-ડે

ન્યુ ઝીલૅન્ડમાં કેરમાડેક દ્વીપની પાસે ભૂકંપના જોરદાર આંચકા મહેસૂસ થયા છે, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૮.૧ માપવામાં આવી છે. ન્યુ ઝીલૅન્ડમાં ત્રીજી વાર ભૂકંપના ઝટકા મહેસૂસ થયા છે. પહેલો ભૂકંપ રાતે લગભગ ૨.૨૭ વાગે નૉર્થ આઇલૅન્ડ વિસ્તારમાં આવ્યો હતો જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૭.૨ની હતી. ત્યાર બાદ ૪ કલાક પછી કેરમાડેક દ્વીપ પાસે ૭.૪ની તીવ્રતાથી ભૂકંપના ઝટકા મહેસૂસ થયા હતા. ત્રીજો આંચકો ૮.૨૮ વાગ્યે (સ્થાનિક સમય સવારે) ૮.૧ની તીવ્રતાનો આવ્યો હતો.

international news new zealand