જપાનમાં ૭.૩ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ

08 December, 2012 09:08 AM IST  | 

જપાનમાં ૭.૩ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ


૨૦૧૧માં ૨૦,૦૦૦ લોકોનો ભોગ લેનાર વિનાશક ભૂકંપ અને સુનામીના એક વર્ષ પછી આવેલા વધુ એક ભૂકંપ બાદ ટોક્યો સહિતનાં શહેરોમાં હજારો લોકો ઘર-ઑફિસની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપ બાદ સુનામીની ચેતવણી પણ જાહેર કરવામાં આવી હતી, એ પછી કાંઠા વિસ્તારમાં એક મીટર ઊંચાં મોજાં ઊછળ્યાં હતાં. બાદમાં આ ચેતવણી પાછી ખેંચવામાં આવી હતી. ગઈ કાલે આવેલા ભૂકંપને કારણે બે-ત્રણ વ્યક્તિઓને મામૂલી ઈજાને બાદ કરતાં કોઈ જાનહાનિ થઈ ન હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ કાંઠાથી ૨૪૦ કિલોમીટર દૂર પૅસેફિક મહાસાગરમાં ૧૦ કિલોમીટર તળિયે આવેલું હતું.