૬ની તીવ્રતાના ભૂકંપથી પાકિસ્તાન હચમચી ઊઠ્યું, દિલ્હી સહિત ભારતમાં પણ આંચકા અનુભવાયા

29 May, 2023 11:19 AM IST  |  Islamabad | Gujarati Mid-day Correspondent

આ ભૂકંપનું એપિસેન્ટર અફઘાનિસ્તાન અને તાજિકિસ્તાનનો સરહદી વિસ્તાર હતો અને ૨૨૩ કિલોમીટરના ઊંડાણમાં એનાં મૂળ હતાં

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

પાકિસ્તાનના અનેક વિસ્તાર ગઈ કાલે સવારે ૬ની તીવ્રતાવાળા શક્તિશાળી ભૂકંપથી હચમચી ગયા હતા. જેનાથી લોકોમાં ડર વ્યાપી ગયો હતો અને તેઓ પોતાના ઘરમાંથી બહાર નીકળી ગયા હતા. આ ભૂકંપનું એપિસેન્ટર અફઘાનિસ્તાન અને તાજિકિસ્તાનનો સરહદી વિસ્તાર હતો અને ૨૨૩ કિલોમીટરના ઊંડાણમાં એનાં મૂળ હતાં. ઇસ્લામાબાદ, પેશાવર, સ્વાત, હરિપુર, મલકંદ, અબોટાબાદ, બટગ્રામ, પીઓકે, ટેક્સલિયા અને પિંડ દાદન ખાન સહિત આ દેશના અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવવામાં આવ્યા હતા. ભારતના અનેક વિસ્તારોમાં પણ આંચકા અનુભવવામાં આવ્યા હતા. ચંડીગઢ સહિત પંજાબ અને હરિયાણાના અનેક વિસ્તારો તેમ જ દિલ્હી અને એની આસપાસના વિસ્તારોમાં પણ હળવા આંચકા અનુભવવામાં આવ્યા હતા. સવારે ૧૧.૨૩ વાગ્યાની આસપાસ થોડીક સેકન્ડ્સ માટે આ આંચકા અનુભવાયા હતા.

international news earthquake pakistan new delhi