6 વર્ષના જોડિયા ભાઈબહેનને એકબીજા સાથે પેરેન્ટેસ પરણાવી દીધા

28 December, 2018 08:43 AM IST  |  થાઈલેન્ડ

6 વર્ષના જોડિયા ભાઈબહેનને એકબીજા સાથે પેરેન્ટેસ પરણાવી દીધા

ભાઈ બહેનના લગ્ન કરાવી દીધા!

થાઇલૅન્ડમાં રહેતા ઍમોમ્સન સુન્થોર્ન અને પાચારાપોર્ન નામના યુગલને ત્યાં ૨૦૧૨માં એક દીકરો અને દીકરી જન્મ્યાં. દીકરાનું હુલામણું નામ છે ગિટાર અને દીકરીનું નામ છે કિવી. મેલ અને ફીમેલ ચાઇલ્ડ જો એક જ કૂખમાં સાથે ઉછર્યા હોય તો બૌદ્ધિષ્ઠ સમુદાયના લોકો એને પૂર્વજન્મનાં કર્મ માને છે. એવી માન્યતા છે કે પૂર્વજન્મનાં કમોર્નું બંધન તેમની વચ્ચે એટલું અતૂટ હતું કે તેઓ આ જન્મે એકસાથે પૃથ્વી પર સાથે અવતર્યા છે. આ માન્યતા બહુ જ જૂનવાણી છે, પરંતુ ગિટાર અને કિવીના પેરન્ટ્સ બૌદ્ધિષ્ઠ માન્યતામાં બહુ સ્ટ્રૉન્ગલી માનતા હોવાથી તેમને લાગતું હતું કે ટ્વિન સંતાનો વચ્ચે ખૂબ જ પ્રેમ છે અને આ પ્રેમને તેઓ લગ્નના બંધનથી બાંધી નહીં દે તો તેમના જીવન માટે અશુભ પુરવાર થશે.

આ જ કારણોસર છ વર્ષની ઉંમરે તેમને પરણાવી દેવામાં આવ્યાં. કદાચ બન્ને બાળકોને લગ્ન એટલે શું એ પણ ખબર નથી, પરંતુ સોમવારે બૅન્ગકૉકમાં તેમનાં લગ્નનું આયોજન કરી દેવામાં આવ્યું. બૌદ્ધિષ્ઠ વિધિથી તેમને વિધિસર પરણાવી દેવામાં આવ્યા અને આ માટે પેરન્ટ્સે ભવ્ય સમારંભનું આયોજન કર્યું હતું. આ લગ્નમાં સગાંસંબંધીઓ અને પાડોશીઓ હાજર રહ્યાં હતાં. દુલ્હાનો વરઘોડો નીકળ્યો હતો અને એ પછી નવ દરવાજામાંથી પસાર થઈને તે દુલ્હન સુધી પહોંચ્યો હતો. એ પછી દુલ્હાએ બે લાખ બાથ એટલે કે લગભગ ૪.૩૨ લાખ રૂપિયા જેટલી કૅશ અને એક લાખ રૂપિયાની સોનાની જ્વેલરી આપી હતી. ભલે તેમનાં લગ્ન પૂરાં વિધિવિધાનથી કરવામાં આવ્યાં હોય, આ લગ્ન તેમના કાનૂની રીતે બાધ્ય નહીં હોય. મોટા થયા પછી તેઓ જો બીજા કોઈની સાથે જીવવા માગે તો એ માટે તેઓ સ્વતંત્ર હશે.