સાવધાન! રોજના 3થી વધુ ગ્લાસ દૂધ પીવાથી મોત જલદી આવે

30 October, 2014 03:23 AM IST  | 

સાવધાન! રોજના 3થી વધુ ગ્લાસ દૂધ પીવાથી મોત જલદી આવે



સ્વીડનની એક યુનિવર્સિટીના રિસર્ચરોનું કહેવું છે કે રોજ ત્રણ ગ્લાસથી વધુ દૂધ પીવાથી વહેલું મૃત્યુ થઈ શકે છે. દૂધમાં લેક્ટોઝ અને ગેલેક્ટોઝ નામની એક પ્રકારની શુગર હોય છે જે બૉડીમાં ઑક્સિડેશનની પ્રક્રિયા ઝડપી બનાવીને સ્ટ્રેસ પેદા કરે છે. આ શુગર બૉડીમાં જૂનું અને ધીમું ઇન્ફ્લમેશન પેદા કરતી હોવાનું પ્રાણીઓ પરના અભ્યાસમાં નોંધાયું છે. ૬૧,૪૩૩ સ્ત્રીઓ અને ૪૫,૩૩૯ પુરુષોની દૂધ પીવાની માત્રા, ફ્રૅક્ચરના કેસ અને મૃત્યુની વયનો ડેટા તપાસતાં એ વાતને સમર્થન મળ્યું હતું કે જે સ્ત્રી-પુરુષો ત્રણ ગ્લાસથી વધુ દૂધ પીતાં હતાં તેઓ ઍવરેજ ટૂંકું જીવતાં હતાં.