નેપાળમાં ભીષણ તોફાનથી ભારે તબાહી, 35નાં મોત અને 600 ઘાયલ

01 April, 2019 02:33 PM IST  |  નેપાળ

નેપાળમાં ભીષણ તોફાનથી ભારે તબાહી, 35નાં મોત અને 600 ઘાયલ

નેપાળમાં ભારે વરસાદથી તબાહી

પાડોશી દેશ નેપાળમાં તોફાનના કારણે અનેક લોકો મોતને ભેટ્યા છે. આધિકારીક માહિતી પ્રમાણે દેશના કેટલાક હિસ્સામાં ભીષણ તોફાન આવ્યું છે જેના કારણે મોટા પાયે નુકસાન થયું છે.

નેપાળની સેનાના પ્રવક્તાએ કહ્યું કે અમે આપત્તિની સ્થિતિનો સામનો કરવા માટે બે MI-17 વિમાનો તૈયાર રાખ્યા છે. સિમારામાં એક કાર્હો પ્લેન પણ તૈયાર રાખવામાં આવ્યું છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં 100 જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે. રાહત અને બચાવકાર્ય પણ ચાલુ છે. નેપાળ આર્મીના પ્રવક્તાએ કહ્યું કે નેપાળમાં વરસાદ અને તોફાનની ચપેટમાં આવીને 35નાં મોત થયા છે.જ્યારે 600 લોકો ઘાયલ થયા છે.

અધિકારીઓએ કહ્યું કે રવિવારે સાંજે દક્ષિણના જિલ્લા બારા અને પાસે આવેલા પરસામાં તોફાને કહેર વરસાવ્યો. પરસાના જિલ્લા પોલીસ અધિકારીના અનુસાર, મૃતકોની સંખ્યા વધવાની આશંકા છે.

નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ તોફાનમાં માર્યા ગયેલા લોકો માટે શોક વ્યક્ત કર્યો છે અને મૃતકોના પરિવારને સાંત્વના પાઠવી છે.

nepal world news