26/11 હુમલો સુરક્ષા એજન્સીઓની લાપરવાહીનું પરિણામઃ રિપોર્ટ

22 December, 2014 11:52 AM IST  | 

26/11 હુમલો સુરક્ષા એજન્સીઓની લાપરવાહીનું પરિણામઃ રિપોર્ટ


ન્યૂયોર્ક,તા.22 ડિસેમ્બર

અમેરિકી એજન્સીઓના રિપોર્ટમાં મુંબઈ હુમલો (26/11)નાં છ વર્ષ બાદ આ સનસનીખેજ ખુલાસો કરવામાં આવ્યો છે.જેના પરથી કહી શકાય કે ખુફિયા એજન્સીઓને આ હુમલાના સંકેત અગાઉથી મળ્યા હતા.
અમેરિકાના એક પ્રતિષ્ઠ અખબારે આ વાતનો ખુલાસો કર્યો હતો કે બ્રિટન,અમેરિકા અને ભારતની સુરક્ષા અને ઈન્ટેલિજન્, એજન્સીઓએ આ બાબત પર ધ્યાન આપવાનુ મુનાસીબ નહોતુ માન્યુ.આ રિપોર્ટ ્નુસાર લશ્કર-એ-તૈયબાના કમ્યૂનિકેશન ચીફ જફર શાહે મુંબઈ હુમલાની સાજીસ રચી હતી.જફર 30 વર્ષનો છે અને કોમ્પયૂટર એક્સપર્ટ તરીકે સંગઠનમાં તેની ઓળખ છે.

રિપોર્ટ અનુસાર પાકના પહાડી વિસ્તારનો રહેવાસી અને મુંબઈ હુમલામાં સૌથી મહ્તવનો રોલ તેણે અદા કર્યો છે.તેણે ગૂગલ અર્થની મદદથી મુંબઈમાં હુમલા અંગે આતંકીઓને જાણકારી આપી હતી.જેને આતંકીઓએ નિશાન બનાવ્યુ હતુ.મુંબઈ હુમલામાં નરીમાન હાઉસ,તાજ હોટલ અને ઓબેરોય હોટલ હુમલાના ભોગ બન્યા હતા.આ હુમલામાં 166 લોકોના મોત થયા હતા અને જેમા છ અમેરિકી નાગરિકો પણ હતા.રિપોર્ટ અનુસાર ભારતના સુરક્ષા અધિકારીઓને મુંબઈ હુમલા અંગે મહીના અગાઉ સચેત કરી દેવામાં આવ્યુ હતુ.પરંતુ ભારતે આ ચેતવણીને નજર અંદાજ કરી હતી.