અમેરિકાનો સૌથી જૂનો સ્ટોર ૨૨૪ વર્ષ પછી બંધ થયો

31 July, 2012 05:01 AM IST  | 

અમેરિકાનો સૌથી જૂનો સ્ટોર ૨૨૪ વર્ષ પછી બંધ થયો

 

અમેરિકાના ર્હોડ આઇલૅન્ડમાં આવેલા ઍડમ્સવિલે નામના નાનકડા ગામમાં આવેલો આ સ્ટોર વર્ષ ૧૭૮૮માં શરૂ થયો હતો. આ સ્ટોરમાં કરિયાણું, સિગારેટ્સ તથા ઍન્ટિક ચીજવસ્તુઓ વેચાતી હતી. વર્ષ ૧૮૭૯થી વેઇટ ફૅમિલી આ સ્ટોર ચલાવી રહ્યો હતો. રવિવારે આ સ્ટોરના અંતિમ દિવસે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. જર્નલિઝમમાં અભ્યાસ કરતા ૨૧ વર્ષના જોનાહ વેઇટ નામના યુવાને તેના પિતા ગ્રેટન વેઇટ પાસેથી આ સ્ટોર વારસામાં મેળવ્યો હતો. જોકે જોનાહને આ સ્ટોર ચલાવવામાં કોઈ રસ નહીં હોવાથી તેણે એ બંધ કરવાનું નક્કી કર્યું હતું.