રેતીના કિલ્લાઓનો અનોખો વર્લ્ડ રેકૉર્ડ

19 August, 2012 04:53 AM IST  | 

રેતીના કિલ્લાઓનો અનોખો વર્લ્ડ રેકૉર્ડ

બ્રિટનના દરિયાકાંઠે આવેલા સ્કાબોરો શહેરમાં બાળકો સહિત ૪૦૦ લોકોએ સાથે મળીને માત્ર એક જ કલાકમાં રેતીના ૬૮૩ કિલ્લા બનાવીને વર્લ્ડ રેકૉર્ડ સરજ્યો હતો. ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સે તેમના આ વિક્રમને માન્યતા આપી હતી. અગાઉનો રેકૉર્ડ આયર્લેન્ડના નામે છે, જ્યાં ગયા વર્ષે રેતીના ૫૭૧ કિલ્લા બનાવવામાં આવ્યા હતા.

બ્રિટનના દરિયાકાંઠે બનાવવામાં આવેલો રેતીનો દરેક કિલ્લો સાઇઝમાં બે ફૂટ ઊંચો અને બે ફૂટ પહોળો હતો. ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સના અધિકારીઓએ કહ્યું હતું કે આ કિલ્લા બનાવવા સહેલી વાત નથી. ભારે પવન તથા રેતીમાં ભેજ ઘટી જવાને કારણે વારંવાર કિલ્લા તૂટી જતા હોય છે. આવી સ્થિતિમાં માત્ર એક કલાકમાં ૬૮૩ કિલ્લા બનાવવા નાનીસૂની વાત નથી.