નફરતની ભાવનાને કારણે ગુરુદ્વારા પર થયો હતો હુમલો

12 August, 2012 09:17 AM IST  | 

નફરતની ભાવનાને કારણે ગુરુદ્વારા પર થયો હતો હુમલો

 

 

વિસ્કૉન્સિન સ્ટેટના ઓક ક્રીક શહેરના ગુરુદ્વારા પર કરવામાં આવેલો હુમલો ધિક્કારનું પરિણામ હોવાનો અમેરિકાએ સ્વીકાર કર્યો છે. અમેરિકાએ જોકે એને તદ્દન અયોગ્ય તથા અસ્વીકાર્ય બાબત ગણાવી છે. અમેરિકાના ઍટર્ની જનરલ એરિક હોલ્ડરે ગઈ કાલે કહ્યું હતું કે ‘આ કૃત્ય આતંકવાદ છે, આ કૃત્ય ધિક્કારનું પરિણામ છે. આ અપરાધ આપણા રાષ્ટ્રનાં સ્થાપિત મૂલ્યોની તદ્દન વિરુદ્ધ છે.’

 

ગઈ કાલે ઓક ક્રીકની એક સ્કૂલમાં હત્યાકાંડમાં માર્યા ગયેલાઓને શ્રદ્ધાંજલિ આપવા માટે યોજાયેલા કાર્યક્રમમાં હોલ્ડરે આ વાત કહી હતી. અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ તેમને આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે મોકલ્યા હતા.  હોલ્ડરે કહ્યું હતું કે અમેરિકામાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં અનેક સિખો તેમના દેખાવને કારણે ટાર્ગેટ  બન્યા હતા.