ન્યૂયૉર્કના અપાર્ટમેન્ટમાં આગ, 9 બાળકો સહિત 19ના નિધન

10 January, 2022 01:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મેયર એરિક એડમ્સે જણાવ્યું, "ન્યૂયૉર્કમાં આગની ઘટનામાં 19ના નિધનની પુષ્ઠિ થઈ છે, સાથે જ અન્યોની સ્થિતિ ગંભીર છે."

તસવીર સૌજન્ય મિડ-ડે એએફપી

અમેરિકાના ન્યૂયૉર્ક શહેરમાં ભયંકર આગ અકસ્માતમાં સંપડાવાથી 19ના નિધન થયા છે. ન્યૂયૉર્કના મેયરે કહ્યું કે શહેરમાં રવિવારે એક ઉંચી બિલ્ડિંગમાં આગ લાગવાને કારણે 19 લોકોના નિધન થયા છે અને ડઝનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. આમાં 9 બાળકો પણ સામેલ છે. આ ઘટના અમેરિકાનો સૌથી ભંયકર રહેવાસી આગ અકસ્માતમાંની એક છે.

મેયર એરિક એડમ્સે સીએનએનને જણાવ્યું કે, "19 લોકોના નિધનની પુષ્ઠિ થઈ છે, સાથે જ અનેક લોકોની સ્થિતિ ગંભીર છે." તેમણે કહ્યું કે 63 લોકો ઇજાગ્રસ્ત થયા છે. મેયરે કહ્યું, "આ અમારા ઇતિહાસમાં સૌથી ભયંકર અગ્નિકાંડમાંની એક છે."

તેમણે કહ્યું , "જેમને અમે ગુમાવી દીધા છે, તેમની માટે પ્રાર્થના કરવામાં મારી સાથે સામેલ થાઇ, ખાસ તો તે 9 બાળકો માટે જેમણે આ દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો."

એક અધિકારીએ કહ્યું કે આ ભીષણ આગ એક ઇલેક્ટ્રિક હીટરને કારણે લાગી
ન્યૂયૉર્ક શહેરના અગ્નિશમન વિભાગના આયુક્ત ડેનિયલ નિગ્રોએ સંવાદદાતાઓને કહ્યું, "માર્શલોએ ભૌતિક સાક્ષ્યો અને રહેવાસીઓને હવાલે મળેલી માહિતી પરથી તારવ્યું કે આ આગ એક બેડરૂમમાં એક પોર્ટેબલ ઇલેક્ટ્રિક હીટર થકી શરૂ થઈ હતી."

international news new york