10 October, 2025 10:08 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
ડોનલ્ડ ટ્રમ્પ
અમેરિકન કૉન્ગ્રેસના ૧૯ સંસદસભ્યોએ રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પને એક ચિઠ્ઠી લખી છે જેમાં સખત સંદેશ મોકલીને ભારત સાથેના સંબંધો સુધારવા વિશે કહ્યું છે. આ સંસદસભ્યોએ ટ્રમ્પને અપીલ કરી છે કે ભારત અને અમેરિકા વચ્ચે વધી રહેલા તનાવને તરત જ ઘટાડવા માટેનાં પગલાં લેવામાં આવે અને ભારત પર લગાવેલી વધારાની ટૅરિફ પાછી ખેંચવામાં આવે.
૮ ઑક્ટોબરે અમેરિકાના ૧૯ સંસદસભ્યોએ સંસદસભ્ય ડેબોરો રૉસ અને રો ખન્નાના નેતૃત્વમાં વાઇટ હાઉસને પત્ર લખ્યો છે. એમાં લખ્યું છે કે ભારત પર ૩૦ ટકા ટૅરિફ વધારવાના નિર્ણયથી દુનિયાના સૌથી મોટા લોકતંત્ર ભારતની સાથે અમેરિકાના સંબંધોને નુકસાન પહોંચ્યું છે અને આ પગલાથી બન્ને દેશોનાં હિત પર નકારાત્મક અસર પડી છે.