કૅનેડામાં પોલીસ યૂનિફૉર્મ પહેરી એક માણસે કરી અંધાધૂંધ ફાયરિંગ, 16ની મોત

20 April, 2020 08:10 AM IST  |  Canada | Gujarati Mid-day Online Correspondent

કૅનેડામાં પોલીસ યૂનિફૉર્મ પહેરી એક માણસે કરી અંધાધૂંધ ફાયરિંગ, 16ની મોત

કૅનેડામાં ફાયરિંગ

કૅનેડામાં પોલીસના યૂનિફૉર્મમાં એક માણસે લોકો પર અંધાધૂંધ ગોળી બારી શરૂ કરી દીધી. આ ફાયરિંગમાં 16 લોકોની મૃત્યુ થઈ ગઈ. અધિકારીઓ મુજબ કૅનેડા નોવા સ્કોટિયા વિસ્તારમાં પોલીસ અધિકારીના યૂનિફૉર્મમાં એક વ્યક્તિને ફાયરિંગ કરી જેમાં 14 લોકો માર્યા ગયા. છેલ્લા 30 વર્ષમાં આ કૅનેડાનો સૌથી ઘાતક હુમલો બતાવવામાં આવી રહ્યો છે. અધિકારીઓએ કહ્યું છે કે શંકાસ્પદ શૂટરનું પણ મોત નીપજ્યું છે.

આ ફાયરિંગમાં મૃત્યુ પામેલા 16 લોકોમાંથી એક પોલીસ અધિકારી પણ સામેલ હતા. હેલિફેક્સથી આશરે 60(100 કિમી) માઇલ ઉત્તરમાં નાના ગ્રામીણ બંદરગાહ પોર્ટાપિકમાં એક ઘરના અંદર અને બહારથી અનેક લાશો મળી આવી છે.

પોલીસે રાતભર શહેરના રહેવાસીઓને સલાહ સૂચન આપવાની શરૂ કરી દીધી હતી. કોરોના વાઈરસ મહામારીના કારણે પહેલેથી જ લૉકડાઉનમાં લોકો પોતાના ઘરના દરવાજા બંધ કરીને અને ઘરમાં રહેવા માટે મજબૂર છે. પોલીસે શૂટરની ઓળખાણ 51 વર્ષ ગેબ્રિયલ વોર્ટમેનના રૂપમાં કરી છે, જે પોર્ટાપિકમાં થોડા દિવસ માટે રહેવા આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે એણે એક ચેક પોઈન્ટ પર પોલીસનો યૂનિફૉર્મ પહેર્યો હતો અને પોતાની કારને રૉયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસની ગાડી જેવી જ બનાવી હતી.

canada international news