15 વર્ષની છોકરીએ પોતાના જ અપહરણનું નાટક રચ્યું, આ છે એની પાછળનું કારણ

27 February, 2021 04:04 PM IST  |  Dubai | Gujarati Mid-day Online Correspondent

15 વર્ષની છોકરીએ પોતાના જ અપહરણનું નાટક રચ્યું, આ છે એની પાછળનું કારણ

પ્રતીકાત્મક તસવીર

દુબઈમાં એક 15 વર્ષીય ભારતીય છોકરીને ઓછા માર્ક્સ આવવા પર માતા-પિતાની વઢ પડી તો એણે પોતાનું અપહરણ કરવાનું નાટક રચ્યું છે. હેરાન માતા-પિતાએ એની સૂચના પોલીસને આપી. કલાકોની શોધખોળ બાદ તે દુબઈમાં ઉમ્મ સુકઈમ (Umm Suqiem) સ્થિત પોતાના ઘરના છત પર છુપાયેલી મળી હતી. છોકરીનું નામ હરિની કરાની (Harini Karani) છે. સમાચાર એજન્સી પીટીઆઈએ મીડિયા રિપોર્ટ દ્વારા આ વાતની જાણકારી આપી છે.

ગલ્ફ ન્યૂઝ અનુસાર દુબઈ પોલીસે જણાવ્યું કે છોકરી ગુરૂવારની સવારે બહાર ફરવા ગઈ હતી. ત્યાર બાદ તે ઘણાં લાંબા સમય સુધી ઘરે પાછી ફરી નહીં. ત્યાર બાદ પરિવારે છોકરીના ગુમ થવાની સૂચના આપી. તેઓ એટલા હેરાન થઈ ગયા કે તેમણે સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ પર આ ઘટનાને શૅર કરીને છોકરીને શોધવા માટે લોકો પાસેથી મદદ માંગી. પોલીસે જણાવ્યું કે તેના માતા-પિતાને ભય હતો કે તે કદાચ પોતાને નુકસાન ન પહોંચાડી લે.

ગુરૂવાર રાત્રે યુવતી પોતાના ઘરના છત પર છુપાયેલી મળી

પોલીસે આગળ જણાવ્યું કે પરીક્ષામાં ખરાબ ગ્રેડ આવવા પર માતા-પિતાએ તેને ઠપકો આપ્યો હતો અને મોબાઈલ ફોન પણ એની પાસેથી છીનવી લીધો હતો. તેનીથી યુવતી નારાજ થઈ ગઈ હતી. ત્યાર બાદ જ તેના મગજમાં પોતાના અપહરણનો વિચાર આવ્યો અને તેણે પોતાના કિડનેપિંગનું નાટક રચ્યું. તે પોતાના ઘરની છત પર જઈને છૂપાઈ ગઈ. દુબઈ પોલીસે તેના ગુમ થયાના રહસ્યને થોડા કલાકોમાં જ ઉકેલવામાં સફળ રહી. ગુરૂવારે રાત્રે યુવતી તેના ઘરના છત પર છુપાયેલી મળી હતી. તેમણે જણાવ્યું કે હવે છોકરી પોતાના પરિવારના સભ્યો પાસે સલામત રીતે પરત આવી છે. તે અલ બરશામાં યૂકે-કરિક્યલમ સ્કૂલ(UK-curriculum school)માં અભ્યાસ કરે છે.

dubai international news