Gitanjali Rao:વંડર કિડ જેને TIME મેગેઝિનનો 'કિડ ઑફ ધી યર'નો ખિતાબ મળ્યો

04 December, 2020 10:56 AM IST  |  New York | Gujarati Mid-day Online Correspondent

Gitanjali Rao:વંડર કિડ જેને TIME મેગેઝિનનો 'કિડ ઑફ ધી યર'નો ખિતાબ મળ્યો

ગીતાંજલી રાવ

પ્રતિષ્ઠિત ટાઇમ મેગેઝિનના 'કિડ ઓફ ધ યર'નો ખિતાબ ભારતીય મૂળની ગીતાંજલિ રાવને આપવામાં આવ્યો છે. ટાઇમે પોતાના કવર પેજ પર 15 વર્ષની ગીતાંજલીને ચમકાવી છે. ટાઇમ મેગેઝિનના કવર પર જેને સ્થાન અપાયું છે તે ગીતાંજલી વૈજ્ઞાનિક અને સંશોધક છે.  ટાઇમ મેગેઝિનના સેક્શન ટાઇમ સ્પેશ્યલ માટે હોલીવુડ સુપરસ્ટાર એન્જલિના જોલીએ ગીતાંજલીનો ઇન્ટરવ્યુ કર્યો છે. 

ગીતાંજલિ રાવને 5,000થી વધુ ઉમેદવારોમાંથી ટાઇમના આ ખિતાબ માટે પસંદ કરાઇ છે. તેનું કામ લોકોને ચક્તિ કરે તેવું છે અને તેણે ટેક્નોલોજીની મદદથી પ્રદુષિત પાણીની સમસ્યાથી માંડીને વ્યસન અને સાયબર બુલિંગ જેવા વિષયો પર કામ કર્યું છે. 

આ ઇન્ડિયન અમેરિકન છોકરીની પસંદગી અંગે ટાઇમ મેગેઝિને કહ્યું છે કે, "આ દુનિયા એ લોકોની છે જે તેને આકાર આપે છે અને ભલે અત્યારે વિશ્વમાં આટલી બધી અચોક્કસતા હોય પણ નવી પેઢી હકારાત્મક પ્રભાવ પાડવાની દિશામાં કામ કરે છે અને તે જ એક વિશ્વાસ પાછો અપાવતી બાબત છે." 5000 બાળકોમાંથી ગીતાંજલીની પસંદગી કરવામાં આવી, ટાઇમે પહેલી વાર 'કિડ ઑફ ધી યર'નો ખિતાબ જાહેર કર્યો છે.  

ગીતાંજલીએ એક વર્ચુઅલ ટૉકમાં એંજેલિના જોલી સાથે પોતાના કોલોરાડોના ઘરેથી વાત કરી અને તેણે કહ્યું કે, "અવલોકન કરવું, મનોમંથન કરવું, સંશોધન કરવું, ઘડવું અને પછી તે અંગે કોમ્યુનિકેટ કરવું તે જ મારી પ્રોસેસ છે."

તેણે પોતાના કામ અંગે પણ વિગતવાર વાત કરી અને કહ્યું કે તેનું મિશન છે કે તે યુવા સંશોધકોની વૈશ્વિક કોમ્યુનિટી ઘડે અને વિશ્વ આખાની સમસ્યાઓ ઉકેલે. ટાઇમ મેગેઝિને જણાવ્યા અનુસાર આ વીડિયો ચેટમાં તેનો જનરસ સ્પિરીટ અને તેનું ધારદાર મગજ તરત દેખાઇ આવ્યું કે. તેણે બીજા યુવાનોને મેસેજ આપ્યો કે, દરેક પ્રોબ્લેમ ઉકેલવાનો પ્રયત્ન ન કરો પણ એની પર જ ફોકસ કરો જે તમને એક્સાઇટ કરતું હોય. તેમે એમ પણ કહ્યું કે જો હું આ કરી શકું તો કોઇપણ કરી શકે. તેણે ઉમેર્યું કે તેની પેઢી એ બધા જ પ્રોબ્લેમ્સનો સામનો કરે છે જે પહેલાં હતાં પણ નહીં. 

ગીતાંજલીએ કહ્યું કે, "નવી સમસ્યાઓ ઉપરાંત આપણે જુની સમસ્યાઓનો સામનો પણ કરીએ છીએ, આપણે અહીં વાત કરી રહ્યા છીએ ત્યારે આપણે વૈશ્વિક રોગચાળાનો સામનો કરી રહ્યા છીએ પણ સાથે માનવ અધિકારના પ્રશ્નો તો છે જ. વળી એવા પ્રશ્નો છે જે આપણે નથી ખડા કર્યાં પણ તો ય આપણે તે ઉકેલવાના છે, ક્લાઇમેટ ચેન્જ છે અને ટેક્નોલોજીની કારણે શરૂ થયેલું સાઇબબુલિંગ પણ છે."

તેણે કહ્યું કે, "અત્યારે તો નાનો અમસ્તો પ્રશ્ન પણ આપણે ઉકેલી શકીએ તો બહુ છે. મારે કચરો ઉપાડવાના આસાન રસ્તા શોધવા છે. આવી દરેક નાની બાબતથી બહુ ફેર પડે છે. કંઇ મોટું કરી નાખવાનું પ્રેશર લેવાની જરૂર નથી."

 

ગીતાંજલીએ કહ્યું કે કોઇના ચહેરા પર સ્મિત લાવવું તે જ તેનો રોજનો ઉદ્દેશ્ય રહેતો અને જલ્દી જ તેનો ધ્યેય બન્યો કે કોમ્યુનિટીમાં અને દરેક સ્થળે હકારાત્મકતા કેવી રીતે લાવી શકાય. તેણે પોતાની વાત કરતાં કહ્યું કે તે કોઇ ટિપીકલ વૈજ્ઞાનિક જેવી નથી દેખાતી. ટીવી પર બધા જ મોટી ઉંમરના પુરુષો જ હોય છે વૈજ્ઞાનિક તરીકે પણ મને એ વાતની નવાઇ લાગે છે લોકોને તેમના વર્ણ, રંગ અને જેન્ડરને આધારે બધા રોલ્સ અપાય છે. 

તે પોતે તો પ્રોબ્લેમ સોલ્વિંગ ડિવાઇસ બનાવવા માગે જ છે પણ બીજાને પણ પ્રેરણા આપવા માગે છે કારણકે તે સમજે છે કે બધા જ તમારા જેવા ન હોય તો મુશ્કેલી પડે છે અને માટે જ બધા જ તફાવત લાવી શકે તેવું તો બનશે જ. 

તે બીજા કે ત્રીજા ધોરણમાં હતી ત્યારથી જ તે વિજ્ઞાન અને ટેક્નોલોજીનો ઉપયોગ કેવી રીતે કરવો જેથી સામાજિક બદલાવ લાવી શકાય. દસ વર્ષની વયે તેણે તેના પેરન્ટ્સને કહ્યું હતું કે તે ડેનવર વૉટર ક્વૉલિટી રિસર્ચ લેબમાં કાર્બન નાનોટ્યુબ સેન્સર ટેક્નોલોજીનો અભ્યાસ કરવા માગે છે

જોલીએ તેને પુછ્યું કે તે તેની વય પ્રમાણેની ચીજો કરે છે કે નહીં તો તેણે લૉકડાઉનમાં ખૂબ બેકિંગ કર્યું તેમ કહ્યું અને ઉમેર્યું કે તે પણ એક પ્રકારનું વિજ્ઞાન જ છે.

international news world news new york