૧૦૬ વર્ષના પ્રોફેસરે સૌથી વૃદ્ધ પ્રવાસી તરીકેનો વર્લ્ડ રેકૉર્ડ સ્થાપ્યો

18 August, 2012 06:31 AM IST  | 

૧૦૬ વર્ષના પ્રોફેસરે સૌથી વૃદ્ધ પ્રવાસી તરીકેનો વર્લ્ડ રેકૉર્ડ સ્થાપ્યો

સાબુરો શોચી નામના આ પ્રોફેસરે એક મહિનામાં ૫૬,૭૦૦ કિલોમીટરનો પ્રવાસ કર્યો હતો. એટલું જ નહીં, તેમણે મોટા ભાગનો પ્રવાસ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરીને કર્યો હતો. ગિનેસ વર્લ્ડ રેકૉર્ડે તેમના વિક્રમને માન્યતા આપી હતી. પ્રોફેસર શોચીએ લેક્ચર આપવા માટે છ દેશોનો પ્રવાસ કર્યો હતો.