જલિયાવાલા બાગ હત્યાકાંડના 100 વર્ષ પછી આખરે બ્રિટન માફી માગવા તૈયાર

09 April, 2019 11:28 AM IST  |  બ્રિટન

જલિયાવાલા બાગ હત્યાકાંડના 100 વર્ષ પછી આખરે બ્રિટન માફી માગવા તૈયાર

જલિયાવાલા બાગ હત્યાકાંડ

બ્રિટિશ અધિકારી જનરલ ડાયરે ભારતના સ્વાતંhય સંગ્રામની લડત દરમિયાન પંજાબના જલિયાંવાલા બાગમાં નિર્દોશ લોકો પર ગોળી ચલાવવાનો આદેશ આપીને જે હત્યાકાંડ આચર્યો હતો તે દુનિયાના સૌથી જઘન્ય હત્યાકાંડ પૈકીનો એક ગણાય છે.

જોકે બ્રિટને આ માટે ચોખ્ખા શબ્દોમાં સત્તાવાર રીતે માફી ક્યારેય નથી માંગી નહોતી. હવે જ્યારે જલિયાવાલા બાગના હત્યાકાંડના ૧૦૦ વર્ષ પુરા થઈ રહ્યા છે ત્યારે એવુ કહેવાઈ રહ્યું છે કે, બ્રિટન આ માટે જાહેરમાં માફી માંગતુ નિવેદન કરશે.

૧૩ એપ્રિલ, ૧૯૧૯ના રોજ અસહકારના આંદોલનને ટેકો આપવા બાગમાં હજારો લોકો એકત્રિત થયા હતા ત્યારે બ્રિટિશ કસાઈ જનરલ ડાયરે વગર કોઈ ચેતવણી આપે લોકો પર ૧૦ મિનિટ સુધી સૈનિકો પાસે ગોળીઓ ચલાવડાવી હતી. આ હત્યાકાંડમાં ૧૦૦૦ લોકોના મોત અને ૧૫૦૦ લોકો ઘાયલ થયા હતા. જોકે બ્રિટિશ સરકારે મરનારા લોકોની સંખ્યા ઓછી બતાવી હતી.

હત્યાકાંડના શતાબ્દી વર્ષના અનુસંધાનમાં ૧૯ ફેબ્રુઆરી, ૨૦૧૯ના રોજ હાઉસ ઓફ લોર્ડસમાં થયેલી ચર્ચામાં એક મંત્રી એનાબેલ ગોલ્ડીએ કહ્યું હતુ કે, બ્રિટિશ સરકાર ઔપચારિક રીતે માફી માંગવા માટે વિચારી રહી છે. મને ખબર છે ત્યાં સુધી આ હત્યાકાંડની જે તે સમયની સરકારે નિંદા કરી હતી પણ એ પછીની કોઈ સરકારે આ માટે માફી માંગી નથી.

આ પણ વાંચો : ઓસ્ટ્રેલિયામાં Stop Adani વિરોધીના ઝંડા ફરક્યા, ટુંક સમયમાં યોજાશે ચુંટણી

એવુ મનાઈ રહ્યું છે કે ૧૩ એપ્રિલે જ બ્રિટિશ સરકાર માફી માંગતુ નિવેદન બહાર પાડશે. બ્રિટનના વિદેશ સચિવ જેરમી હંટ આ માટે ભારત આવી શકે છે.

great britain