૧,૨૧,૮૯,૯૦૦ રૂપિયામાં રાઉન્ડ ધ વર્લ્ડ ફેરવતી લક્ઝુરિયસ ક્રૂઝ

01 November, 2014 07:08 AM IST  | 

૧,૨૧,૮૯,૯૦૦ રૂપિયામાં રાઉન્ડ ધ વર્લ્ડ ફેરવતી લક્ઝુરિયસ ક્રૂઝ

ક્વીન મૅરી ટૂ નામનું દરિયાઈ જહાજ વિશ્વના સૌથી લક્ઝુરિયસ શિપ કૅબિનનો એક્સપિરિયન્સ આપે છે. એ એટલું લક્ઝુરિયસ છે કે ધરતી પર આટલું લક્ઝુરિયસ ઘર હોવાની કલ્પના પણ કોઈએ ભાગ્યે જ કરી હશે. આ શિપમાં ૨૨૪૯ સ્ક્વેર ફૂટની લક્ઝુરિયસ અને અત્યાધુનિક સવલતો ધરાવતો રૂમ છે અને મોંઘા માર્બલ્સવાળું બાથરૂમ અને એની બારીમાંથી દરિયો દેખાતો હોય એવી બારી છે. ચોવીસ કલાક પર્સનલ બટલર અને પર્સનલ જિમ અને ટ્રેઇનર મળે છે. રાજાશાહી ઠાઠ અનુભવાય એ માટે રૂમના દરવાજા ખોલતાં જ એક દરવાન પણ હાજર હોય છે.

આ શિપમાં માત્ર તમારી કૅબિન જ નહીં, એની બહારનો એરિયા પણ અત્યંત લૅવિશ રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે. પર્સનલ બાર, ડાઇનિંગ એરિયા, સેપરેટ ડ્રેસિંગ-રૂમ ઉપરાંત લિવિંગ-રૂમ અને બેડરૂમ બન્નેમાં પ્લાઝમા ટીવી છે. આ ક્રૂઝ ચાઇનીઝ ન્યુ યર ઊજવીને ચીનના સાન્યા ટાપુ પરથી ઊપડશે. ૧૧૩ દિવસમાં ૩૮ પોર્ટ અને બાવીસ દેશોની સફર આ ક્રૂઝ શિપ કરશે. આટલી કમ્ફર્ટેબલ અને લક્ઝુરિયસ ક્રૂઝનો અનુભવ કરવા કલ્પના પણ ન કરી હોય એટલા ખણખણિયા ખાલી કરવા પડે એમ છે. એક રાતના ૧૦૭૯ પાઉન્ડ લેખે ૧૧૩ રાતના ૧,૨૧,૮૯૯ પાઉન્ડ એટલે કે આશરે ૧,૨૧,૮૯,૯૦૦ રૂપિયાનો ખર્ચ થાય.