નૉન વેક્સિનેટેડ બ્રાઝિલના રાષ્ટ્રપતિ સાથે ન્યુયોર્કમાં થયું આવું, રસ્તા પર ખાવા...

22 September, 2021 08:24 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

અમેરિકાના ન્યૂયોર્કના પ્રવાસે આવેલા બ્રાઝિલના રાષ્ટ્રપતિ જાયર બોલસોનારો સાથે બની આવી ઘટના.

બ્રાઝિલના રાષ્ટ્રપતિ જાયર બોલસોનારો

તમે ગમે તેટલા મોટા માણસ કે પદધારક કેમ ના હોય પરંતુ જો તમે રસી ના લીધી હોય તો તમારી સાથે પણ આવું બની શકે છે. કોરોના કાળમાં રસી રામબાણ ઉપાય છે, રસી ન લેનારાને જાહેર જગ્યા પર એન્ટ્રી આપવામાં આવતી નથી. આવું જ કંઈક બન્યું છે બ્રાઝિલના રાષ્ટ્રપતિ જાયર બોલસોનારો સાથે. હકીકતે વાત એમ છે કે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (યુએનજીએ)ના સંમેલનમાં ભાગ લેવા માટે અમેરિકાના ન્યૂયોર્કના પ્રવાસે આવેલા બ્રાઝિલના રાષ્ટ્રપતિ જાયર બોલસોનારોને રસી ન લીધી હોવાને કારણે હોટલમાં એન્ટ્રી આપવામાં આવી નહોતી. 

અમેરિકાના ન્યૂયોર્કના પ્રવાસે આવેલા બ્રાઝિલના રાષ્ટ્રપતિ જાયર બોલસોનારો રવિવારે એક હોટલમાં જમવા માટે ગયા હતા પરંતુ તેમણે રસી લીધી ન હોવાથી હોટલમાં એન્ટ્રી આપવામાં આવી નહોતી અને તેમને ન્યુયોર્કના રસ્તાની બાજુમાં પિત્ઝા ખાવાનો વારો આવ્યો હતો. જાયર બોલસોનારોએ રસીનો એક પણ ડોઝ લીધો નથી. 

સોશિયલ મીડિયા પર તેમની રસ્તા પર પિત્ઝા ખાતી એક તસવીર વાયરલ થઈ છે. તેમના કેબિનેટમાં સામેલ બે કેબિનેટ મંત્રીઓએ તેમની આ તસવીર પોસ્ટ કરી હતી, જેમાં તે રસ્તા પર પિત્ઝા ખાતાં જોવા મળ્યા હતાં.  આ અંગે યુર્ઝન મિશ્ર પ્રતિક્રિયા આપી રહ્યાં છે.કેટલાક યુઝર્સ વેક્સિન ન લેવા બદલ બોલસોનારોની ટીકા કરી રહ્યા છે. બીજી તરફ બોલસોનારોના સમર્થકો એને તેમના રાષ્ટ્રપતિની સરળતાનું ઉદાહરણ ગણાવી રહ્યા છે.ન્યૂયોર્ક માટે નીકળતાં પહેલાં તેમણે કહ્યું હતું કે મારા શરીરની ઈમ્યુન સિસ્ટમ એટલી મજબૂત છે કે તેઓ કોરોના વાઈરસનો સામનો કરવા સક્ષમ છે.  

ન્યૂયોર્કના મેયરે શહેરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના કાર્યક્રમમાં ભાગ લેવા દેશોના અધ્યક્ષો વેક્સિનેટેડ હોય તેવો આગ્રહ રાખ્યો છે. તેમણે કહ્યું હતું કે જો તમે વેક્સિન લગાવા ન માગતા હોવ તો મહેરબાની કરીને અહીં ન આવો.કોવિડ વેક્સિનેશનના સર્ટિફિકેટ વિના ન્યૂયોર્કની રેસ્ટોરાંમાં પ્રવેશની મંજૂરી નથી. આ નિયમને કારણે બ્રાઝિલના રાષ્ટ્રપતિને પણ રેસ્ટ્રોરાંની અંદર જવાની મંજૂરી આપવામાં આવી ન હતી.

આ પણ વાંચોઃ બ્રિટનને રસી સામે નહીં વેક્સિનેશન સર્ટિફિકેટ સામે વાંધો, નવી ટ્રાવેલ ગાઈડલાઈન્સ કરી જાહેર

નોંધનીય છે કે યુકે દ્વારા પહેલા ભારતની કોવિશિલ્ડ રસીને માન્યતા આપવામાં આવી નહોતી, પરંતુ આ અંગે થોડો વિરોધ થતાં તેમણે રસીને માન્યતા આપી છે. તેણે કહ્યં હતું કે તેને કોવિશિલ્ડ રસી સામે નહીં ભારતના વેક્સિનેશન સર્ટિફિકેટ સામે વાંધો છે. જો કે હાલમાં તેમણે કોવિશિલ્ડને માન્યતા આપી નવી ટ્રાવેલ ગાઈડલાઈન્સ જાહેર કરી છે. 

international news brazil covid vaccine new york