ઈન્ડોનેશિયા પ્લેન ક્રેશઃભારતીય પાયલટ ઉડાવી રહ્યો હતો પ્લેન

29 October, 2018 08:58 AM IST  | 

ઈન્ડોનેશિયા પ્લેન ક્રેશઃભારતીય પાયલટ ઉડાવી રહ્યો હતો પ્લેન



ઈન્ડોનેશિયાના દરિયામાં ક્રેશ થયેલું વિમાન ભારતીય પાયલટ ઉડાવી રહ્યો હોવાનો ખુલાસો થયો છે. મળતી માહિતી મુજબ લાયન એરની આ ફ્લાઈટમાં દિલ્હીનો ભવ્ય સુનેજા મેઈન પાયલટ હતો. આ પ્લેન સોમવારે સવારે જકાર્તાથી ટેક ઓફ થયાના 13 મિનિટમાંજ દરિયામાં ક્રેશ થયું હતું.  આ વિમાનમાં 189 લોકો સવાર હતા.



રિપોર્ટ્સ પ્રમાણે ભવ્ય સુનેજા દિલ્હીના મયુર વિહારનો વતની હતો. ભવ્યએ અહીંની એલ્કોન પબ્લિક સ્કૂલમાંથી અભ્યાસ કર્યો હતો. તે વર્ષ 2011થી લાયન એરના પાયલટ તરીકે નોકરી કરતો હતો. ભવ્યએ સાત વર્ષ પહેલા 2011માં લાયન એર જોઈન કરી હતી. ભવ્ય વિશે વાત કરતા એક એરલાઈન કંપનીના સિનીયર અધિકારીએ કહ્યું કે  ભવ્યને બોઈંગ 737 ઉડાવવાનો સારો અનુભવ હતો અને આટલા વર્ષોમાં કોઈ અકસ્માત નહોત થયો.


આ પણ વાંચોઃ નરેન્દ્ર મોદી મારા સૌથી વિશ્વાસુ મિત્રોમાંથી એક : શિન્ઝો આબે


ઉલ્લેખનીય છે કે રડારમાંથી ગાયબ થતા પહેલા પાયલટે જકાર્તા પરત ફરવાની મંજૂરી માંગી હતી. જોકે, કોઈ નિર્ણય લેવામાં આવે તે પહેલા જ વિમાન ક્રેશ થઈ ગયું હતું.