પાકિસ્તાનમાં લોહિયાળ બન્યો ફિલ્મનો વિરોધ : ૨૦નાં મોત

22 September, 2012 06:46 AM IST  | 

પાકિસ્તાનમાં લોહિયાળ બન્યો ફિલ્મનો વિરોધ : ૨૦નાં મોત



પાકિસ્તાનમાં ગઈ કાલે જુદાં-જુદાં શહેરોમાં ઇસ્લામવિરોધી ફિલ્મના વિરોધમાં થયેલા હિંસક દેખાવોમાં ૨૦ લોકોનાં મોત નીપજ્યાં હતાં અને સેંકડોને ઈજા પહોંચી હતી. સૌથી વધુ હિંસા કરાચીમાં થઈ હતી જ્યાં પોલીસ અને દેખાવકારો વચ્ચેની અથડામણમાં ૧૪ લોકોનાં મોત થયાં હતાં જેમાં બે પોલીસ-જવાનો પણ સામેલ છે. કરાચીમાં ૧૦૦થી વધારે લોકો ઘાયલ થયા હતા. ઇસ્લામાબાદ, લાહોર અને પેશાવરમાં પણ હિંસક દેખાવોમાં અનેક લોકો ઘાયલ થયા હતા.

ઉશ્કેરાયેલાં ટોળાંએ ઠેર-ઠેર સરકારી મકાનોમાં તોડફોડ કરી હતી. અનેક સિનેમાઘરોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. હિંસક ટોળાને વિખેરવા પોલીસે બળપ્રયોગ કરતાં લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. પેશાવરમાં હિંસક દેખાવો દરમ્યાન એક ટીવી-ચૅનલના પત્રકાર સહિત પાંચ લોકોનાં મોત થયાં હતાં. કરાચીમાં ટોળાએ ત્રણ થિયેટર અને ત્રણ બૅન્કોમાં પણ તોડફોડ કરી હતી. અનેક સ્થળે લોકોએ દુકાનોમાં લૂંટફાટ કરી હતી.