ગુજરાતી વિશાખા દેસાઈની ઓબામા સરકારે મહત્વના પદ પર નિમણૂક કરી

22 November, 2012 02:54 AM IST  | 

ગુજરાતી વિશાખા દેસાઈની ઓબામા સરકારે મહત્વના પદ પર નિમણૂક કરી

આ એક અત્યંત મહત્વનું પદ છે. તેઓ આ બોર્ડમાં સ્થાન મેળવનાર પ્રથમ ભારતીય છે. અત્યારે તેઓ બિનસરકારી સંગઠન એશિયા સોસાયટીનાં અધ્યક્ષ છે. મંગળવારે ઓબામાએ દેસાઈ સહિત અન્ય વ્યક્તિઓની મહત્વના પદે નિમણૂકની જાહેરાત કરી હતી, એ પછી તેમણે દરેકને અભિનંદન આપ્યાં હતાં.

અમદાવાદમાં જન્મેલાં વિશાખા દેસાઈએ બૉમ્બે યુનિવર્સિટીમાંથી અમેરિકાની મિશિગન યુનિવર્સિટીમાંથી માસ્ટર ઑફ આટ્ર્‍સ અને પીએચડીની ડિગ્રી મેળવી હતી. તેમણે ૧૯૭૭થી ૧૯૯૦ સુધી બોસ્ટનસ્થિત મ્યુઝિયમ ઑફ ફાઇન આર્ટ્સમાં કામ કર્યું હતું. ૧૯૮૧થી ૧૯૯૦ સુધી સાઉધેસ્ટ એશિયા ઍન્ડ ઇસ્લામિક કલેક્શનમાં ક્યુરેટર તરીકે પણ કામ કર્યું હતું. ૧૯૮૮થી ૧૯૯૦ સુધી તેઓ યુનિવર્સિટી ઑફ મસાચસ્ટ્સમાં પ્રોફેસર પણ હતાં. ૨૦૦૪થી તેઓ એશિયા સોસાયટીનાં અધ્યક્ષપદે હતાં.