ન્યુમોનિયાને કારણે વિશ્વમાં સૌથી વધુ બાળકોનાં મોત ભારતમાં થાય છે

17 November, 2012 06:38 AM IST  | 

ન્યુમોનિયાને કારણે વિશ્વમાં સૌથી વધુ બાળકોનાં મોત ભારતમાં થાય છે



વિશ્વમાં ન્યુમોનિયાને કારણે બાળકોનાં થતાં મોતમાં ભારત મોખરે છે. યુનિસેફના અહેવાલ મુજબ વિશ્વમાં ભારતમાં ન્યુમોનિયાને કારણે પાંચ વર્ષથી ઓછી વયનાં બાળકોનાં સૌથી વધારે મોત ભારતમાં નોંધવામાં આવ્યાં છે. યુનિસેફના જણાવ્યા પ્રમાણે માત્ર ૨૦૧૦માં જ ભારતમાં પાંચ વર્ષથી ઓછી વયનાં ૩.૯૭ લાખ બાળકોનાં મોત ન્યુમોનિયાને કારણે થયાં હતાં. ભારતમાં દરરોજ ૧૦૮૮ બાળકો ન્યુમોનિયાને કારણે જીવ ગુમાવતાં હોય છે.

યુનિસેફના ઇન્ટરનૅશનલ વૅક્સિન એક્સેસ સેન્ટર (આઇવીએસી)ના ત્રીજા વાર્ષિક ન્યુમોનિયા પ્રોગ્રેસ રર્પિોટ મુજબ દુનિયાભરમાં બાળકોના મોતનું સૌથી મોટું કારણ ન્યુમોનિયા છે. માત્ર ૨૦૧૧માં આ રોગને કારણે દુનિયાભરમાં ૧૩ લાખ બાળકોનાં મોત થયાં હતાં, જેમાં મોટા ભાગનાં મોત ભારત જેવા વિકાસશીલ દેશમાં નોંધાયાં હતાં. ન્યુમોનિયાના મોટા ભાગના કેસમાં સારવાર શક્ય હોય છે, પણ અપૂરતી આરોગ્ય સુવિધાને કારણે બાળકો તેનો ભોગ બને છે. ભારત બાદ નાઇજિરિયામાં પણ ન્યુમોનિયાને કારણે સૌથી વધારે બાળકોનાં મોત થાય છે.

યુનિસેફ = યુનાઇટડ નૅશન્સ ચિલ્ડ્રન્સ ફન્ડ