સૅન્ડીનો સપાટો, જુઓ તસવીરોમાં

01 November, 2012 05:28 AM IST  | 

સૅન્ડીનો સપાટો, જુઓ તસવીરોમાં




કૅરિબિયન ટાપુથી અમેરિકા અને કૅનેડાને ઝપેટમાં લેનાર વાવાઝોડા સૅન્ડીને કારણે કુલ ૧૨૨ લોકોનાં મોત થયાં છે. ગઈ કાલે અમેરિકામાં વાવાઝોડાનો મૃત્યુઆંક વધીને ૫૫ થયો હતો. સૅન્ડીને કારણે ન્યુ યૉર્ક અને ન્યુ જર્સીમાં ભારે વિનાશ સર્જાયો છે. અંદાજ પ્રમાણે આ વાવાઝોડાને કારણે અમેરિકી અર્થતંત્રને ૫૦ અબજ ડૉલરનું નુકસાન થયું છે. ન્યુ યૉર્ક, ન્યુ જર્સી અને મૅરિલૅન્ડ સહિતનાં રાજ્યોમાં ૮૨ લાખથી વધારે લોકોના ઘરમાં હજી પણ અંધારપટ છવાયેલો છે. હજારોની સંખ્યામાં લોકો કામચલાઉ ઊભા કરાયેલા રાહત કૅમ્પોમાં આશ્રય લઈ રહ્યા છે. અમેરિકાનાં ૧૭ રાજ્યો પર સૅન્ડીની વિનાશક અસરો છે. અનેક જગ્યાએ કમ્યુનિકેશન સંપૂર્ણ ઠપ થઈ જતાં તથા રસ્તા કપાઈ જતાં બચાવકામગીરીને અસર પહોંચી છે. સૅન્ડીની સૌથી ઘાતક અસર ન્યુ યૉર્ક અને ગુજરાતીઓની વસ્તી વધારે છે એવા ન્યુ જર્સી સ્ટેટ પર થઈ છે. (ન્યુ જર્સીમાં ૨૬ લાખ લોકોના ઘરમાં અંધારપટ છે) ચૂંટણીપ્રચાર અટકાવી રેસ્ક્યુ ઑપરેશનનો ચાર્જ સંભાળનાર અમેરિકી પ્રમુખ બરાક ઓબામાએ ગઈ કાલે ચેતવણી આપી હતી કે સૅન્ડીની ઘાત હજી પણ ટળી નથી.