બ્રિટનમાં ગેરકાયદે રહેતા ૨૦ ભારતીયોની ધરપકડ

22 November, 2012 05:53 AM IST  | 

બ્રિટનમાં ગેરકાયદે રહેતા ૨૦ ભારતીયોની ધરપકડ

મંગળવારે લેસ્ટરમાં એક ટેક્સટાઇલ કંપની પર પાડવામાં આવેલા દરોડામાં ૧૫ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ લોકોમાંથી ૧૨ ભારતીયો હતા. તપાસમાં ખબર પડી હતી કે આ ભારતીયોના વીઝાનો સમય પૂરો થઈ ગયો હતો.

બ્રિટનની બૉર્ડર સિક્યૉરિટી એજન્સીના જણાવ્યા પ્રમાણે આ ભારતીયોને નોકરીએ રાખનાર ટેક્સટાઇલ કંપનીને ૧૦ હજાર પાઉન્ડ (આશરે ૮.૭૫ લાખ રૂપિયા)નો દંડ ફટકારવામાં આવ્યો હતો. ધરપકડ કરાયેલાઓમાં પાંચને જામીન પર છોડવામાં આવ્યા હતા. બ્રિટિશ એજન્સી પકડાયેલા તમામ ભારતીયોને સ્વદેશ મોકલવાની તૈયારી કરી રહી છે. એજન્સીએ એવી ચેતવણી આપી હતી કે વીઝાના નિયમોનો ભંગ કરનારાઓ પર આકરો દંડ લાગુ કરવામાં આવશે.