પાક PM ઈમરાન ખાન યૌન હિંસા માટે મહિલાના કપડાને જવાબદાર ગણાવી પરદા પ્રથાના તરફેણમાં

22 June, 2021 02:29 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

જાતીય હિંસા અંગે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનનું નિવેદન હાલ ખુબ ચર્ચામાં છે.

ઈમરાન ખાન (ફાઈલ ફોટો)

જાતીય હિંસા અંગે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનનું નિવેદન હાલ ખુબ ચર્ચામાં છે. આ નિવેદનના કારણે તે દેશની મધ્યમ મુસ્લિમ મહિલાઓ કેન્દ્રમાં છે.  બે મહિના પહેલા તેમણે પાકિસ્તાનમાં જાતીય હિંસા અંગે એક  નિવેદન આપ્યું હતું. ફરી એકવાર તેમણે મહિલા વિરોધી નિવેદન આપીને વિરોધનો શિકાર બન્યા છે.એક મુલાકાતમાં તેમણે જાતીય હિંસા માટે મહિલાઓને સીધી જવાબદાર ગણાવી છે. પદડા પ્રથાનો પક્ષ લેતા તેમણે કહ્યું કે તેના અંતને કારણે સમાજમાં જાતીય શોષણ વધ્યું છે.

જાતીય હિંસા માટે મહિલાના નાના કપડા જવાબદાર

વડાપ્રધાન ઇમરાને સમાજમાં વધતી જાતીય હિંસા માટે મહિલાઓને દોષી ઠેરવ્યા છે. તેમણે મહિલાઓને પડદામાં રહેવાની સલાહ આપી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સમાજમાં જાતીય હિંસાની વધતી ઘટનાઓ માટે મહિલાઓના ટૂંકા વસ્ત્રો જવાબદાર છે. એક ઇન્ટરવ્યુમાં તેમને દેશમાં વધતા જતા લૈંગિક ગુનાઓ વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. તેના જવાબમાં તેમણે પડદા પ્રથાનો અંત અને મહિલાઓના નાના કપડાંનો વાંક કાઢ્યો છે.  આ કડીમાં તેમણે કહ્યું હતું કે જો કોઈ સ્ત્રી નાના કપડા પહેરે છે, તો તેની સીધી અસર પુરુષો પર પડશે. તેણે કહ્યું કે પુરુષ રોબોટ નથી કે તેની અસર તેના પર ન પડે. તેમણે આ બાબતને કોમન સેન્સમાં લઈને કહ્યું.

ડિસ્કો અને નાઈટક્લબને કારણે વધી જાતીય હિંસા

વધુમાં તેમણે કહ્યું કે ડિસ્કો અને નાઈટક્લબને કારણે જાતીય હિંસામાં વધારો થયો છે. તેમણે કહ્યું કે આપણા દેશમાં ન તો ડિસ્કો છે અને નાઇટ ક્લબ્સ પણ નથી. અહીંનો સમાજ સંપૂર્ણપણે જુદો છે. પાકિસ્તાનમાં રહેવાની રીત જુદી છે. તેમણે કહ્યું કે જો તમે અહીં લાલચમાં વધારો કરશો અને યુવાનોને ક્યાંય જવાની તક નહીં મળે, તો કેટલાક પરિણામો તેમાંથી બહાર આવશે. જ્યારે તેમને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટાર તરીકે તેમના જીવન વિશે પૂછવામાં આવ્યું તો તેમણે જવાબ આપવાનું ટાળ્યું હતું અને કહ્યું કે સવાલ મારો નથી આપણા સમાજનો છે.

 અગાઉ પણ ઈમરાન ખાન મહિલાઓ વિશે આવા વિવાદિત નિવેદનો આપી ચૂક્યા છે. દેશમાં જાતીય હિંસાની વધતી ઘટનાઓથી ઘેરાયેલા ઇમરાને ફરી એક અજીબોગરીબ નિવેદન આપ્યું છે. તેમણે મહિલાઓને બુરખો પહેરવાની સલાહ આપી હતી.

imran khan international news pakistan sexual crime