દ. ગુજરાતના વાતાવરણમાં પલટો, વલસાડ-નવસારીમાં વરસાદ

07 June, 2019 01:39 PM IST  |  દક્ષિણ ગુજરાત

દ. ગુજરાતના વાતાવરણમાં પલટો, વલસાડ-નવસારીમાં વરસાદ

છવાયા વરસાદી કાળા વાદળો

દક્ષિણ ગુજરાતમાં લોકો માટે રાહતના સમાચાર છે. ત્યા લોકોને વરસાદના કારણે ગરમીથી થોડી રાહત મળી છે. તો બીજી તરફ કેરીના ચાહકો માટે માઠા સમાચાર પણ છે. વહેલા વરસાદના કારણે કેરીના પાકને નુકશાનને થવાની ભીતિ છે. દક્ષિણ ગુજરાતમાં સવારથી વાતાવરણ પલટાયું છે અને આકાશમાં કાળા વાદળો છવાયા છે. આ સાથે વલસાડ-નવસારીને કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પણ પડ્યો હતો. એક તરફ વલસાડ-નવસારીમાં રહેતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે જ્યારે વરસાદી માહોલના કારણે કેરીના પાકને નુકસાન થવાની શક્યતાઓ પણ છે.

સવારથી જ કાળા વાદળો છવાયા છે

આ વર્ષે ગરમીનો પારો આકાશને આંબી રહ્યો છે ત્યારે લોકો દ્વારા ચોમાસાની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. વલસાડ-નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં શુક્રવાર સવારથી જ કાળા વાદળો છવાયા છે. નવસારીના બીલીમોરા, ગણદેવી વિસ્તારોમાં હલકો વરસાદ પડ્યો હતો. હળવા વરસાદના કારણે દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં ઠંડક થઈ છે જો કે ખેડૂતોને કેરીના પાકને નુકસાન થવાની ચિંતા ઉભી થઈ છે.

આ પણ વાંચો: આ પુત્રવધૂ બીમાર સાસુને સાચવવાની જગ્યાએ સુવડાવતી રાખતી ઘરની બહાર

આ વર્ષે ગરમીને નવા રેકોર્ડ સર્જ્યા છે. ગરમીના કારણે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. કેટલાક વિસ્તારોમાં તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસને ઉપર પણ પહોચ્યું હતું. વરસાદ કેરળમાં આવનારા 1-2 દિવસમાં પહોચી જશે અને ત્યાર બાદ ભારતભરમાં વરસાદી માહોલ છવાશે જો કે હાલ તો વરસાદી ઝાપટાના કારણે દક્ષિણ ગુજરાતના લોકોને રાહત થઈ છે.

gujarati mid-day gujarat