વડોદરા: વરસાદ પછી લોકો બેહાલ, 1 લિટર દૂધ માટે ચૂકવવા પડ્યા 150 રૂપિયા

01 August, 2019 07:52 PM IST  | 

વડોદરા: વરસાદ પછી લોકો બેહાલ, 1 લિટર દૂધ માટે ચૂકવવા પડ્યા 150 રૂપિયા

ભારે થી અતિ ભારે વરસાદના કારણે છેલ્લા 24 કલાક કરતા વધુ સમયથી વડોદરાવાસીઓ પૂરની સ્થિતિના કારણે ફસાયેલા છે. બુધવારે માત્ર 16 કલાકમાં 20 ઈંચ વરસાદ પડ્યા બાદ ગુરુવારે શહેરીજનો પાણીમાં ફસાયા હતા. શહેરના તમામ વિસ્તારોમાં પાંચથી સાત ફૂટ પાણી ભરેલા હોવાથી બાળકો, વૃદ્ધો અને દર્દીઓને દૂધ મળી શક્યું નહોતું. પરંતુ પરિસ્થિતિ થતા દૂધ લેવા જતા લોકોને 1 લિટર દૂધ માટે 100 થી 150 રુપિયા ચૂકવવા પડ્યા હતા.

પરિસ્થિતિ સામાન્ય બનતા લોકો ઘરની બહાર નીકળ્યા હતા. 24 કલાક પછી દૂધ લેવા માટે લોકોની લાંબી લાઈનો લાગી હતી. આ દૂધની ખરીદી સામાન્ય લોકો માટે મોંઘુ પડ્યું છે. ગ્રાહકોને 1 લિટર દૂધ લેવા માટે 100 થી 150 રુપિયા ચૂકવવા પડી રહ્યાં છે. કેટલાક વિસ્તારોમાં હજુ પણ ભારે વરસાદના કારણે પાણી ભરાયા છે અને લોકો ઘરની અંદર રહેવા માટે મજબૂર છે

પૂરને પગલે વડોદરા ડેરીની દૂધ વિતરણ વ્યવસ્થા ખોરવાઈ હતી. વડોદરા ડેરીના વાહનો ગુરુવારે સવારે લિટર દૂધનું વિતરણ કરવા વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં નીકળ્યા હતા. પરંતુ શહેરના વિવિધ વિસ્તારો પાણીમાં ગરક હોવાથી વાહનો જઈ શક્યા નહોતા અને 70,000 લિટર દૂધ ડેરીમાં પાછું આવ્યું હતું.કેટલાક વિસ્તારોમાં ટ્રેક્ટરો મારફતે દૂધ પહોંચાડવામાં આવી રહ્યું છે.

Gujarat Rains gujarati mid-day