અંબાજીના 'ચૂંદડીવાળા માતાજી'નું 91 વર્ષે નિધન

26 May, 2020 11:14 AM IST  |  Vadodara | Gujarati Mid-day Online Correspondent

અંબાજીના 'ચૂંદડીવાળા માતાજી'નું 91 વર્ષે નિધન

ચૂંદડીવાળા માતાજી (તસવીર સૌજન્ય: ફેસબૂક)

યાત્રાધામ અંબાજીમાં 'ચૂંદડીવાળા માતાજી' તરીકે જાણીતા પ્રહલાદભાઇ જાનીનું 91 વર્ષે નિધન થયું છે. મધરાતે 2.45 વાગે તેમના વતન ચરાડા ખાતે તેમણે અંતિમ શ્વાસ લીધા હતાં. મોડીરાત્રે તેમેન શ્વાસ લેવામાં તકલીફ પડી હતી અને પછી તેમનું નિધન થયું હતું. નોંધનીય છે કે, 80 વર્ષથી ચૂંદડીવાળા માતાજીએ અન્ન-પાણીનો ત્યાગ કર્યો હતો. આ બાબત સાયન્સ માટે પણ એક કોયાડા જેવી છે.

સુત્રોએ આપેલી માહિતિ મુજબ, તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે ગબ્બરમાં રાખવામાં આવશે. ગુરૂવારે 28મે ના રોજ તેમના જ આશ્રમમાં સવારે આઠ વાગે તેમને સમાધી આપવામાં આવશે. ચૂંદડીવાળા માતાજીનાં નિધનથી ભક્તોને બહુ શોક લાગ્યો છે. તેમના પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે આવનારા ભક્તોને સોશ્યલ ડિસટન્સિંગનું પાલન કરાવવામાં આવશે તેમ સુત્રોએ જણાવ્યું હતું.

ચૂંદડીવાળા માતાજીની તબિયત ઘણાં દિવસોથી નાદૂરસ્ત હતી. તેમને અમદાવાદમાં મેડિકલ તપાસ માટે લાવવામાં આવ્યાં હતાં. તેમજ તેમનો કોરોના રીપોર્ટ પણ કરાવ્યો હતો, જે નેગેટિવ આવ્યો હતો.

gujarat vadodara