08 April, 2020 02:07 PM IST | Ahmedabad, Surat | Gujarati Mid-day Online Correspondent
દેશભરમાં કોરોનાના સંક્રમણને ફેલાતો અટકાવવા માટે 21 દિવસનું લૉકડાઉન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કર્યું હતું જેનો આજે 15મો દિવસ છે. દરમિયાન કેટલાક રાજ્યોમાં લૉકડાઉનનું પાલન ન થતું હોવાથી ધારો 144 તેમજ કર્ફ્યૂ પણ લાગૂ પાડવામાં આવેલ છે. લૉકડાઉન દરમિયાન પોતાનો સમય પસાર કરવા અનેક લોકો ઘરમાં રમાય તેવી રમતો રમી રહ્યા છે. તો કેટલાક પોતાના ઘરની ટેરેસ પર ભેગાં મળીને રમતો રમે છે. ત્યારે અમદાવાદ પોલીસ ડ્રૉન દ્વારા પણ ધ્યાન રાખી રહી છે.
સુરતના લાલગેટ સીંધીવાડ વિસ્તારમાં લૉકડાઉનનો ભંગ કરી જુગારની ક્લબ શરૂ કરી મોટી સંખ્યામાં લોકો જુગાર રમવા બેઠાં હતા. પોલીસે સોમવારે સાંજે જુગારની ક્લબ પર રેડ પાડી 13ની ધરપકડ કરી છે. દરમિયાન તેમની પાસેથી રોકડા 1.34 લાખ રૂપિયા કબજે કર્યા.
લાલગેટ પોલીસના જણાવ્યા પ્રમાણે લાલગેટ સીંધીવાડ જુમ્મા મસ્જિદની બાજુંમાં ટાઇટન વૉચની દુકાનના ઉપરના મકાનમાં સોમવારે સાજે સર્વેલન્સ સ્ટાફના માણસોએ રેડ પાડી હતી. દરમિયાન મકાન માલિક સરફરાઝ રફીક ઝુમેઝા, મોહમંદ સુફિયાન ઉર્ફે બીલાલ મોઈન મેમણ, યુસુફ ઉમર હોટલવાલા, સુલમાન હનીફ સોપારીવાલા, ઈમરાન સુલેમાન સિંધી, સલીમ સફી ફનીવાળા, રફીક કાદર મિરઝા, મોહમંદ ફારૂક રંગવાલા, અબ્દુલ રહેમાન ફારૂક પટેલ, વસીલ અબ્દુલ રઝાક, સોહીલ મોહમંદ હાજી દાઉદ, ફેઝાન ઝવેરી અહમદ ઝવેરી, અને સાહીલ અહમદ મોહમંદ સલીમ ફ્રુટવાલા જુગાર રમતા ઝડપાયા. પોલીસે જુગારીઓ પાસેથી 1,34,540 રૂપિયા કબજે કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે આ પહેલા અમદાવાદ પોલીસે ડ્રૉન દ્વારા ટેરેસ પર કેરમ અને જુગાર રમતાં ગ્રુપને પકડી પાડ્યા હતા.