રાજકોટ કોર્પોરેશને આમ્રપાલી બ્રીજ માટે રેલ્વેને નાણા ચુકવ્યા

05 July, 2019 06:52 PM IST  |  Rajkot

રાજકોટ કોર્પોરેશને આમ્રપાલી બ્રીજ માટે રેલ્વેને નાણા ચુકવ્યા

રાજકોટ મ્યુનિશિપલ કોર્પોરેશન બંછાનિધી પાની

Rajkot : રાજકોટ શહેરનાં આમ્રપાલી ફાટકે બ્રીજ બનાવવાની કામગીરી આગળ ધપી હોવાનું અને આ બ્રીજ માટે રેલ્વેમાં ડિપોઝીટ ભરી દેવાયાનું અને સોરઠીયાવાડી ચોકે બ્રીજ બનાવવા માટે સર્વે શરૂ થઇ ગયાનું મ્યુ. કમિશ્નર બંછાનીધી પાનીએ જાહેર કર્યુ છે. આ અંગે સતાવાર જાહેર ગયેલ વિગતો મૂજબ રાજકોટ મહાનગરપાલિકાનાં વર્ષૅં 2019-20 ના બજેટમાં મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાની દ્વારા શહેરના વિવિધ ક્ષેત્રના વિકાસલક્ષી પ્રોજેકટસ અને અન્ય યોજનાઓ સૂચવેલ અને ત્યાર બાદ સ્ટેન્ડિંગ કમિટીએ આ પ્રસ્તાવો પૈકી જે જે પ્રોજેકટ્સ અને યોજનાઓ મંજુર કરેલ તેની કામગીરીની પ્રગતિની સમીક્ષા મ્યુનિ. કમિશનર દ્વારા કરવામાં આવી રહી છે.

  સંદર્ભમાં વાત કરતા મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, આ બજેટમાં રજુ કરાયેલા અને સ્ટેન્ડિંગ કમિટીએ મંજુર કરેલા વિવિધ કામો અત્યારે અલગ અલગ તબક્કે પહોંચ્યા છે. જેમાં શહેરમાં નવા હોકર્સ ઝોન બનાવવા માટેની યોજનામાં વોર્ડ નં. 9 ગુરુજીનગર આવાસ યોજના પાસે રૂ. 14 લાખના ખર્ચે મોડેલ હોકર્સ ઝોન બનાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે. જયારે હોસ્પિટલ ચોકમાં નવા રેનબસેરાનું કાર્ય પૂર્ણ કરી લોકાર્પણ કરવામાં આવી ચૂકયું છે. વોર્ડ નં. 7 માં ટાગોર રોડ પર દસ્તૂર માર્ગ કોર્નર થી વિરાણી ચોક સુધી તેમજ અન્ય રસ્તાઓ પર રૂ. 100 લાખના ખર્ચે સેન્ટ્રલ એલ.ઈ.ડી. લાઈટની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે.

વોર્ડ નં.10 માં પુષ્કરધામ મેઈન રોડ પર રૂ. 101.26 લાખના ખર્ચે મોડેલ હોકર્સ ઝોન અને વોર્ડ નં. 1 માં 150 ફીટ રીંગ રોડ પર સ્ટર્લિંગ હોસ્પિટલ પાસે રૂ. 32.32 લાખના ખર્ચે મોડેલ હોકર્સ ઝોન બનાવવાની કામગીરી ચાલુ છે.

આ પણ જુઓ : Rathyatra: રાજકોટમાં પણ નગરચર્યાએ નીકળ્યા નાથ, આવો રહ્યો રંગારંગ માહોલ

બજેટમાં 9 ડસ્ટ ફ્રી રોડ તૈયાર કરવાની યોજનામાં અત્યારે રૂ. 94.39 લાખના ખર્ચે વોર્ડ નં.10 પુષ્કરધામ મેઈન રોડનું કામ ચાલુ છે. વોર્ડ નં. 9 રૈયા રોડથી સાધુવાસવાણી રોડ પાટીદાર ચોક સુધી રૂ. 147 લાખના ખર્ચે તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે. વોર્ડ નં.11 મવડી મેઈન રોડનું
  રૂ. 141.38 લાખનું કામ હાલ ચાલુ છે. અન્ય કામો વિશે વાત કરતા મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ કહ્યું હતું કે, રૂ. 70 લાખના ખર્ચે પ્રદ્યુમન પાર્ક ઝૂમાં નવી ગેલેરીઓ બનાવવાનું કામ હાલ ચાલુ છે. રૂ. 37 લાખના ખર્ચે વિદેશી વાંદરા બબુન માટે આધુનિક પાંજરું બનાવવાનું કામ હાલ ચાલુ છે. શહેરના તમામ ગાર્ડનમાં બાળકો માટે રૂ. 20 લાખના ખર્ચે રમત ગમતના સાધનો અને સિનીયર સિટીઝન્સ માટે કસરતના સાધનો વસાવવા માટેની કામગીરીમાં હાલે કામગીરીમાં વર્ક ઓર્ડર મુજબથી શહેરના ઇસ્ટ / વેસ્ટ ઝોન વિસ્તારના બગીચાઓમાં કામગીરી શરૂ કરવામાંઆવેલ છે. શહેરના 5 મુખ્ય ચોકમાં રૂ. 22 લાખના ખર્ચે એલ.ઈ.ડી. હાઈમાસ્ટ લાઈટો મુકવા માટેવર્ક ઓર્ડર આપેલ છે. કામગીરી ચાલુ છે.

rajkot gujarat