રાજકોટ : હેરાન ન થવું હોય તો ગુજરાત રહેતાં ભાઈને રાખડી કુરિયર કરી દો

12 August, 2019 08:25 AM IST  |  રાજકોટ

રાજકોટ : હેરાન ન થવું હોય તો ગુજરાત રહેતાં ભાઈને રાખડી કુરિયર કરી દો

રાખડી

ગઈકાલે બપોરથી ગુજરાતમાં શાંત પડેલો વરસાદ આજે ફરીથી માથું ઊંચકે અને ગુજરાતને ઘમરોળે એવી શક્યતા ગુજરાત હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, એક્ટિવ થઈ રહેલી નવી સિસ્ટમ આજે બપોરથી કાર્યરત થશે જેને કારણે ગુરુવાર સુધી ગુજરાતમાં અતિભારેથી ભારે વરસાદની સંભાવના છે. ગુજરાતનો આ વરસાદ સાર્વત્રિક હોય એવી શક્યતા પણ છે. એમ છતાં દક્ષ‌િણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં અતિભારે અને ઉત્તર તથા મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે.

આ પણ વાંચો : ગુજરાતમાં સરેરાશ 83 ટકા વરસાદ, નહી રહે પીવા-સિંચાઈના પાણીની અછત

હજુ ચોમાસાના ઓલમોસ્ટ બે મહિના બાકી હોવાથી આ વર્ષે ગુજરાતમાં જરૂરીયાત કરતાં ૧પથી ૨૨ ટકા વધારે વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

gujarat rajkot Gujarat Rains