ગુજરાતમાં જૂની ઈમારતોના રી-ડેવલપમેન્ટ બિલને મળી મંજૂરી

01 May, 2019 12:38 PM IST  |  અમદાવાદ

ગુજરાતમાં જૂની ઈમારતોના રી-ડેવલપમેન્ટ બિલને મળી મંજૂરી

પ્રતિકાત્મક તસવીર

રાજ્યની જૂની અને જર્જરિત ઈમારતો હવે પુનઃનિર્માણમાં જઈ શકશે. આ બિલ ગયા વર્ષે ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રમાં પસાર કરવામાં આવ્યું હતું. જેના પર રાષ્ટ્રપતિએ મહોર મારી છે. જો સોસાયટીના 75 ટકા રહેવાસીઓની મંજૂરી મળી જાય તો તે પુનઃનિર્માણમાં જશે. આ પહેલા 100 ટકા રહેવાસીઓની મંજૂરી અનિવાર્ય હતી.

અમદાવાદમાં છે અનેક જર્જરિત ઈમારતો
અમદાવાદ સહિત અનેક શહેરો એવા છે જેની ઈમારતોને પુનઃનિર્માણની જરૂર છે. એકલા અમદાવાદમાં જ આવતા પાંચતી સાત વર્ષમાં આ રીતે 2 લાખ નવા રહેઠાણો બની શકે છે. શહેરના નારણપુરા, સેટેલાઈટ, નવરંગપુરા, આંબાવાડી, પાલડી સહિતના વિસ્તારોમાં જૂની ઈમારતો આવેલી છે.

આ પણ વાંચોઃ ગુજરાત ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી પર ચૂંટણી પંચે લગાવ્યો 72 કલાકનો પ્રતિબંધ

જૂની સોસાયટીઓને મળશે લાભ
એક્ટને મંજૂરી મળવાના કારણે જૂની સોસાયટીઓને લાભ મળશે. પહેલા 100 ટકા રહેવાસીઓની મંજૂરી હોય તો જ પુનઃનિર્માણમાં જઈ શકે તેવો નિયમ હતો પરંતુ હવે તો 75 ટકા રહેવાસીઓની મંજૂરી જ જરૂરી છે.

ahmedabad gujarat