સુરતમાં આગ માટે વિદ્યુત બોર્ડ, કૉર્પોરેશન અને ફાયર ડિપાર્ટમેન્ટ જવાબદાર

05 June, 2019 12:02 PM IST  | 

સુરતમાં આગ માટે વિદ્યુત બોર્ડ, કૉર્પોરેશન અને ફાયર ડિપાર્ટમેન્ટ જવાબદાર

સુરત પોલીસ કમિશ્નરના નિવેદન પછી હોબાળો

૨૩ મેએ સુરતના સરથાણા હાઇવે પર આવેલા તક્ષશિલા આર્કેડ બિલ્ડીંગમાં આગ લાગતાં ૨૩ બાળકોનાં મોત થયાં હતાં. આ આગ માટે જવાબદાર સામે પગલાં લેવાની જબરદસ્ત ડિમાન્ડ નીકળ્યા પછી ગઈ કાલે સુરતના પોલીસ કમિશનર સતીશ શર્માએ કહ્યું હતું કે આ આગ માટે દિક્ષણ ગુજરાત વીજ કૉર્પોરેશન લિમિટેડ, સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશન અને કૉર્પોરેશનનો ફાયર ડિપાર્ટમેન્ટ જવાબદાર છે.

કમિશનરના આ સ્ટેટમેન્ટ પછી ગુજરાતભરમાં રીતસરનો દેકારો બોલી ગયો હતો. સતીશ શર્માએ કહ્યું કે ‘આ ત્રણ ડિપાર્ટમેન્ટની બેદરકારી સ્પષ્ટ થાય છે અને આ બેદરકારીને કારણે જ આટલાં બાળકોના જીવ ગયા છે. પોલીસ ડિપાર્ટમેન્ટને આ કેસને ઍક્સિડન્ટ ગણવાને બદલે મનુષ્યવધનો ગુનો દાખલ કર્યો છે જેથી જવાબદાર સામે કડકમાં કડક કાર્યવાહી થઈ શકે.’

દિક્ષણ ગુજરાત વીજ કૉર્પોરેશનલિમિટેડ દ્વારા ફાઇલ કરવામાં આવેલા વૉટ-સપ્લાયના આંકડા ખોટા‍ હતા.  દિક્ષણ ગુજરાત વીજ કૉર્પોરેશને જાન્યુઆરીમાં આપેલા આંકડા મુજબ તક્ષશિલા આર્કેડમાં માત્ર એક જ ઍરકન્ડિશનર હતું પણ એ ખોટો રિપોર્ટ છે, જાન્યુઆરીમાં જ આ બિલ્ડિંગમાં ૨૬ ઍરકન્શિનર હતાં અને એનો લોડ સબ-સ્ટેશન પર પડતો હતો. સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશને આ બિલ્ડિંગની આકારણી કર્યા પછી બિલ્ડિંગનું જે વર્ણન આપ્યું હતું એ વાસ્તવ‌િકતા કરતાં સાવ જ જુદું હતું તો ફાયર-સેફ્ટીના રિપોર્ટમાં બિલ્ડિંગને આપવામાં આવેલા નો ઑબ્જેક્શન સર્ટિફિકેટમાં પણ જે દર્શાવવામાં આવ્યું છે એ બધા આંકડા ખોટા હતાં. આમ આ ત્રણેત્રણ ડિપાર્ટમેન્ટ દ્વારા ખોટું પિક્ચર દેખાડવામાં આવ્યું છે જે પોલીસ ડિપાર્ટમેન્ટની તપાસમાં બહાર આવ્યું છે.

આ પણ વાંચો: યુટ્યુબ સ્ટારે ટૂથપેસ્ટ લગાવેલું બિસ્કિટ ખવડાવતાં થઈ દોઢ વર્ષની જેલ

સુરતના આ આગ-કાંડમાં અત્યાર સુધીમાં પાંચની અરેસ્ટ અને બાર ઑફિસરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, પણ આ તપાસ પછી લાગે છે કે અરેસ્ટનો આંકડો મોટો થઈ શકે છે.

 

 

news gujarati mid-day